________________ યશોદોહનઃ ખંડ-૨ 71 છેલ્લાં બે ગીતરૂપ પદ પહેલી વાર ગુ.સા.સં. (ભા. ૧)માં અનુક્રમે પૃ. 140 ૧૪૧માં અને પૃ. ૧૪૪–૧૪૫માં છપાવાયાં છે. પહેલાં ચાર ગીત હિન્દીમાં છે અને બાકીનાં બે ગુજરાતીમાં છે. “હોરી રાગમાંના પહેલા ગીતમાં નવ કડી છે. એમાં વાસુદેવ કૃષ્ણની પત્નીઓ એમના દિયર નેમિનાથને લગ્ન કરવા મનાવે છે એ વાત છે. આ માટે એ સ્ત્રીઓ એમની સાથે હોળી નિર્ભયપણે અને અમુક અંશે લાજશરમ મૂકીને ખેલે છે. કેટલીક સ્ત્રીઓ તાલ, કંસાલ, મૃદંગ અને ચંગ વગાડે છે, કેટલીક ગુલાલથી આંખો ભરી દે છે, કેટલીક ભરીભરીને પિચકારી છાંટે છે, કેટલીક ગીત ગાય છે, કેટલીક નાચે. છે, કેટલીક સ્તન અને ભુજાનું મૂળ દેખાડે છે. કોઈક ગળે હાથ લગાવે છે અને પરણવા માટે નેમિનાથને વિનવે છે, પણ એઓ તો મૌન સેવે છે. આ ગીતમાંની ત્રીજી અને પાંચમી કડી ઉàક્ષા અલંકારથી વિભૂષિત છે. બીજા ગીતમાં આઠ પંક્તિની એક જ કડી છે. એના રાગ તરીકે “ગુર્જરી, પૂર્વીનો નિર્દેશ છે. અહીં કહ્યું છે કે જાણે કામદેવની સેના ન હોય તેમ સ્ત્રીઓ એમના દિયર નેમિનાથને ઘેરી વળે છે, ગળામાં મોતીની માળા વડે શોભતી કોઈ રૂપાળી બાલા નૃત્ય કરે છે, કોઈ દિયેરના ગુણ ગાય છે, કોઈ સ્ત્રીએ દખિણ ફાલી પહેરી છે, કોઈ વાંકે જુએ છે અને કોઈ લાજ મૂકી વર્તે છે, તો પણ નેમિનાથ મૌન જ સેવે છે. ત્રીજા ગીતમાં અંતર્યામકથી અલંકૃત ચચ્ચાર પંક્તિની બે કડી છે. એનો રાગ ભૂપકલ્યાણછે. એમાં રાજુલ સખીને કહે છે કે શિવાદેવીના નંદન નેમિનાથને મનાવો, કેમકે એમના વિના મને કશું ચેન પડતું નથી. ચોથા ગીતમાં ત્રણ કડી છે. એનો રાગ નાયકી કાનડો છે. એમાં રાજીમતીને એની સખી કહે છે કે આમ ગાંડા જેવી તું શું કરે છે? વિરહાગ્નિને બુઝાવવા નયન-જળ સિંચ અને ગિરનાર' ચાલ તો તારા પતિ બતાવું. કર્તાએ અંતમાં કહ્યું છે કે નેમિનાથ અને રાજીમતી હળીમળીને મુક્તિ-મહેલમાં ખેલે છે. સન્મુલન - આ જાતનો ભાવ વિનયવિજયજી ગણિએ રચેલા પદમાં જોવાય પાંચમું ગીત ત્રણ કડીનું છે એ માટે કોઈ રાગનો ઉલ્લેખ નથી એમાં રાજુલા પોતાની સખીને કહે છે કે મારા નાથને તું મારી એ વિનતિ કહેજે કે યૌવનવતી 1. પ્રસ્તુત પંક્તિ ગૂ. સા. સં. વિ. 1, પૃ ૧૪૦)માં અપાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org