________________ 66 ભક્તિસાહિત્ય અનુવાદ - આ કૃતિનો ગુજરાતી અનુવાદ થયેલ છે. ગણધર-ગુણગાન (પૂ. વિ. સં. 1718) - આ છ છ પંક્તિની એકેક કડી ગણતાં અગ્યાર કડીમાં ગુજરાતીમાં રચાયેલી અને દેશના ઉલ્લેખ વિનાની કૃતિ છે. એમાં મહાવીર સ્વામીના ઇન્દ્રભૂતિથી માંડીને પ્રભાસ સુધીના અગિયાર ગણધરોનાં ગુણગાન ગવાયાં છે. અને તેમ કરતી વેળા પ્રત્યેક ગણધરને અંગે નિમ્નલિખિત છ છ બાબતની માહિતી અપાઈ છે. (1) ગણધરનું નામ, (2-3) એમનાં માતાપિતાનાં નામ, (4) ગણધરની જન્મભૂમિ, (5) એમનો સંશય અને (6) એમનું આયુષ્ય. કર્તાએ પોતાનો “વાચક જસ” તરીકે મોટે ભાગે ઉલ્લેખ કર્યો છે. પ્રથમ કડીના અંતમાં “ઉવઝાય"નો પ્રયોગ કર્યો છે. ગણધરભાસ પૂ. વિ. સં. 1718) - આ ગુજરાતી કૃતિ અનુક્રમે 7, 7, 7, 6 અને 7 કડીની પાંચ ઢાલમાં વિભક્ત છે. આમ એકંદર ચોત્રીસ કડી છે. આ ઢાલોમાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના ઇન્દ્રભૂતિથી માંડીને સુધમ સુધીના આદ્ય પાંચ ગણધરો અંગે નીચે મુજબની બાર બાર વિગતો અપાઈ છે : (1) પ્રસ્તુત ગણધરનું નામ, (2-6) એમની જન્મભૂમિ, એમનાં માતા પિતા અને ગોત્રનાં તેમજ એમનાં જન્મનક્ષત્રનાં નામ, (7) એમનો સંદેહ, (8-10) એમના ગૃહસ્થ-પર્યાય, છઘ-પર્યાય અને કેવલિ-પર્યાય, (11) એમનું સમગ્ર આયુષ્ય અને (12) એમના શિષ્યની સંખ્યા. 1. આ કૃતિ “ગણધર નમસ્કાર"ના નામથી ગૂ. સા. સં. (વિ. 1, પૃ. ૫૧૬-૫૧૯)માં પ્રસિદ્ધ કરાઈ છે, એમાં પ્રથમ કડીની બીજી, ચોથી અને છઠ્ઠી પંક્તિમાં થોડા થોડા અક્ષરો ખૂટે છે. જ્યારે પાંચમી પંક્તિમાં તમામ અક્ષરો ખૂટે છે. વળી બીજી કડીની બીજી પંક્તિમાં પણ થોડાક અક્ષરો ખૂટે છે. આમ આ અપૂર્ણ કૃતિ છે તો એની અન્ય હાથપોથી મેળવી ખૂટતા ભાગ પૂર્ણ કરાવા ઘટે. 2. એમનાં નામ નીચે મુજબ છે: ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધમાં, મંડિત, મૌર્યપુત્ર, અર્કાપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ. 3. કર્તાએ “ભાસ' શબ્દ વાપર્યો નથી. 4. અગિયાર ગણધરોનાં નામ અને આયુષ્ય વિષે સમવાયમાંથી છૂટીછવાઈ માહિતી મળે છે. જુઓ સમવાય 11, 74, 78, 92 ઈત્યાદિ. પોસવણાકuમાંની થેરાવલી (સુત્ત ૩)માં અગિયાર ગણધરોનાં નામ, ગોત્ર અને શિષ્યોની સંખ્યાની નોંધ છે. આવસ્મયની નિત્તિ (ગા. ૫૯૬)માં અગિયાર ગણધરના સંદેહનો ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org