________________ 65. યશોદોહનઃ ખંડ-૨ આ કૃતિનો વિષય તીર્થકર તરીકેનું જીવન પૂર્ણ કરી સિદ્ધ થયેલા મુક્ત બનેલા પરમાત્માનાં વિવિધ નામોની સૂચિ છે. એ નામો આ કૃતિના અંતિમ પદ્ય પ્રમાણે એક હજાર હોવાં જોઈએ. આ કૃતિમાં તથાગત (શ્લો. 1). ત્રયીગીત (શ્લો. 5), વેદાંત કૃત અખિલ ઊહ (શ્લો. 5, સ્વયંભૂ (શ્લો. 20) અને શંભુ (શ્લો. 20) એ નામો નોંધપાત્ર જણાય છે. શ્લો. ૮માં કુમારી પતિના સમાગમનું સુખ ન જાણે એ બાબતનો ઉલ્લેખ છે. વાણીની પરા, પયંતી, મધ્યમ અને વૈખરી એમ ચાર કોટિ ગણાવાય છે તે પૈકી છેલ્લી ત્રણનો ઉલ્લેખ શ્લો. ૧૩માં કરાયો છે. ગ્લો. ૧૭માં કહ્યું છે કે જગન્નાથનો યોગમહિમા અદૂભૂત છે. એમનાં પાંચે કલ્યાણકોને પ્રસંગે જગતનો અંધકાર ટળે છે. શ્લો. ૧૦માં કહ્યું છે કે સિદ્ધના અનંત ગુણ હોવાથી હું અનંત નામો વખાણું છું. પરમાત્મ-પંચવિંશતિકા' - આ “અનુષ્ટ્રભુમાં પચ્ચીસ પદ્યોમાં સંસ્કૃતમાં રચાયેલી કૃતિ છે. એ દ્વારા કર્તાએ પરમાત્માના સ્વરૂપ અને એમના ગુણો તેમજ સિદ્ધ પરમાત્માઓના સુખ ઉપર પ્રકાશ પાડ્યો છે. એની શરૂઆત “પરમાત્મા’’થી કરાઈ છે. અનુવાદ - ઉપર્યુક્ત કૃતિનો ગુજરાતીમાં પં. લાલને અનુવાદ કર્યો છે અને એ છપાવાયો છે. પરમજ્યોતિ - પંચવિંશતિકા - આ પણ “અનુષ્ટ્રભુમાં રચાયેલાં પચ્ચીસ પદ્યોની સંસ્કૃત કૃતિ છે. એમાં આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે. આ પચ્ચીસીનો પ્રારંભ “ન્દ્ર તંતુ પરમથી કરાયો છે. ઐન્દ્ર-સ્તુતિ - ચતુર્વિશતિકા (પૃ. 87, ટિ.)માં આત્મજ્યોતિ સ્વરૂપ-પંચવિંશતિકા' એવું આ કૃતિનું નામાંતર અપાયું છે. 1. આ હકીકત યશોવિજયજી ગણિએ 25 કડીના હિન્દી મિશ્રિત ગુજરાતીમાં રચાયેલા પાર્શ્વનાથ-સ્તવનમાં પણ કહી છે. 2. આ હકીકત ઠાણ (ઠા, ઉ.)ના ઉલ્લેખ સાથે બંધબેસતો નથી. 3. આ કૃતિ મુ. કે. જે. મો.માં પ્રતિમા સ્થાપનન્યાય અને પરમજ્યોતિ પંચવિંશતિકા સહિત વીર સંવત ૨૪૪૬માં પ્રસિદ્ધ કરાઈ છે. ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકાના અંતમાં પણ આ કૃતિ છપાવાઈ છે. 4. આને જિ. 2. કો. (વિ. 1, પૃ. ૨૩૭)માં પરમાત્મજ્યોતિ પંચવિંશતિકા કહી છે. 5. આ પ્રકાશિત છે. જુઓ ટિ. 1. 6. આ કૃતિ જિ. 2. કો. વિ 1, પૃ. ૨૩૬)માં આ નામથી નોંધાયેલી છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org