________________ યશોદોહનઃ ખંડ-૨ નવમા સ્તવનમાં મુખ-મટકે, લોચન-લટકે, ચારિત્ર-ચટકે અને અટકે એવા પ્રયોગ દ્વારા શબ્દોની રમઝટ જમાવાઈ છે. આ અંતર્યામક ઉપરનું કર્તાનું પ્રભુત્વ દર્શાવે છે. દસમા સ્તવનની નિમ્નલિખિત પંક્તિ નોંધપાત્ર જણાય છે: અતિ ઘણું રાહી હો કે. અગ્નિ મજીઠ સહે: ઘણ શું હણીએ હો કે દેશ વિયોગ લહે.” અગિયારમા સ્તવનમાં દેવોને સ્વખથી રહિત કહ્યા છે. બારમા સ્તવનમાં કહ્યું છે કે હે પ્રભુ! તારી પાસે કેવલજ્ઞાનરૂપ શુભ અનન્ત ખજાનો છે તો તેમાંથી અંશ આપતાં તને શી ખોટ જવાની છે? આના સમર્થનાર્થે રત્નથી પરિપૂર્ણ સમુદ્રનું, કમળના વનનું, આંબાની લૂંબનું અને ચન્દ્રનાં કિરણનું ઉદાહરણ અપાયેલ છે. સમુદ્ર (રત્નાકર)માંથી એક રત્ન અપાય અને પરિમલના અર્થી ભ્રમરને કમળ પરિમલ આપે તો શી ન્યૂનતા આવે ? એવી રીતે કોયલ અને આંબાની લૂંબનો અને ચન્દ્રનાં કિરણ અને અમૃતના બિન્દુનો ઉલ્લેખ કરાયો છે. તેરમા સ્તવનમાં અંતરંગ ગુણગોઠડીને “નિશ્ચય-સમ્યકત્વ' કહી છે. ચૌદમા સ્તવનમાંની નીચે મુજબની પંક્તિ મનનીય જણાય છે: “આસંગો મોટા તણો કુંજર પ્રહવો કાન લાલ રે” પંદરમા સ્તવનમાં તન, મન, જીભ અને સમયની ધન્યતા શેમાં છે તે દર્શાવાયું સોળમાં સ્તવનમાં સુરત, સુરમણિ અને પંડૂરનો ઉલ્લેખ છે. સત્તરમા સ્તવનમાં કહ્યું છે કે શાહી વિના, તારા ગુણે કરી જે પ્રેમના અક્ષર લખાયા તેને ભક્તિરૂપ જળવડે જેમ જેમ ધોઈએ તેમ તેમ તે ઊઘડે છે. અઢારમા સ્તવનમાં મુક્તિનો લાખેણી લાડી તરીકે અને ચારિત્રનો એના પિતા તરીકે નિર્દેશ છે. ઓગણીસમા સ્તવનમાં કહ્યું છે કે હે પ્રભુ! તારી કટિથી સિંહ હારતાં એ વનમાં ગયો, તારા વદનથી ચન્દ્ર હાર્યો અને એનું વાન હજીયે વળતું નથી, તારા નેત્ર જોઈ શરમાઈ ગયેલાં કમળ જળમાં રહે છે, તારી લલિત ભુજાથી શેષનાગ 1. શરીરનો બાંધો Jain Education International For Private & Personal Use Only For www.jainelibrary.org