________________ યશોદોહનઃ ખંડ-૨ 61 મહાવીરસ્વામીએ ચરણના અંગૂઠા વડે મેરુ' કંપાવ્યો તે વેળાનો પ્રસંગ વર્ણવાયો છે. આ અઠ્ઠાવીસમા પદનો રાગ કેદારો દરબારી” છે. મહાવીરસ્વામીનું સ્તવન (પદ ર૯) - આ ચાર કડીની હિન્દી કૃતિ છે. આમાં એક વેતાલે મહાવીરસ્વામીને પીઠ ઉપર ધારણ કરી સાત તાડ જેટલું પોતાનું શરીર ઊંચું અને વિકરાળ બનાવ્યું પણ મહાવીરસ્વામીને તલના ત્રીજા ભાગ જેટલો પણ ક્ષોભ ન થયો, અને એમણે એ વેતાલ ઉપર મુષ્ટિપ્રહર કર્યો એટલે એણે શરીરનો સંકોચ કર્યો અને ઇન્દ્ર જેવી પ્રભુની પ્રશંસા કરી હતી તેવા તમે છો એમ એમણે મહાવીરસ્વામીને કહ્યું. આ ઓગણત્રીસમા પદનો રાગ કેદારો દરબારી” છે. વિહરમાણ-જિન-વીસી - આજે આપણા આ દેશમાં - ભરત ક્ષેત્રમાં એક જૈન તીર્થકર નથી જેન મંતવ્ય પ્રમાણે અન્ય ચાર “ભરતક્ષેત્રમાં અને પાંચે “ઐરાવત’ ક્ષેત્રમાં પણ આજે આ જ સ્થિતિ પ્રવર્તે છે, પરંતુ “મહાવિદેહની વાત જુદી છે. કેમકે ત્યાં તો આ કાળમાંયે અત્યારે વીસ તીર્થકરો વિદ્યમાન છે - એઓ વિહરે છે - વિચરે છે એમને ઉદ્દેશીને કેટલીક કૃતિઓ રચાઈ છે. એવી ગુજરાતીમાં રચાયેલી એક કૃતિ તે આ પ્રસ્તુત “વીસી છે. એમાં નીચે મુજબનાં નામવાળા વીસ તીર્થકરો પૈકી એકેકને અંગે એકેક સ્તવન છે : (1) સીમધુર, (2) યુગમશ્વર, (3) બાહુ () સુબાહુ (5) સુજાત, (6) સ્વયંપ્રભ, (7) ઋષભાનન, (8) અનન્તવીર્ય, (9) સુપ્રભ, (10) વિશાલ, (11) વજધર, (12) ચન્દ્રાનન, (13) ચન્દ્રબાહુ (14) ભુજંગ, (15) ઈશ્વર, (16) નેમિ, (17) વીરસેન, (18) મહાભદ્ર, (19) ચન્દ્રયશસ્ અને (20) અજિતવીર્ય પરિમાણ - આ કૃતિમાંના સ્તવનોમાંની કડીઓની સંખ્યા નીચે પ્રમાણે છે : 7, 6, 5, 5, 6, 7, 7, 6, 5, 5, 6, 7, 7, 6, 5, 5, 6, 7, 7 અને 7. આમ એકંદર 122 કડી છે. દેશી - ૧૯મા સ્તવન સિવાયનાં બાકીનાં માટે દેશીનો ઉલ્લેખ છે. વિશેષતા - પ્રત્યેક તીર્થકરનું ગુણોત્કીર્તન એ આ વસીનો સામાન્ય વિષય છે. વિશેષમાં વસે વીસ સ્તવનોમાં તીર્થકર અંગે નિમ્નલિખિત છ છ બોલનો 1. અહીં (સુરતમાં) સીમંધરસ્વામીનું દહેરાસર તાળાવાળાની પોળમાં છે. 2. એમની પ્રતિમા મૂળનાયક તરીકે અહીં સુરતમાં) નાણાવટમાં હનુમાનની પોળના જૈન દહેરાસરમાં છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org