________________
પટ
ભક્તિસાહિત્ય
પાસે, પ્રભુના ગુણના અનુભવની ધારા વિષયોની લગનીરૂપ અગ્નિને બુઝાવે તેમજ પ્રભુ ચંદન કરતાં અધિક શીતળ છે. એમ વિવિધ બાબતોનો આ અગિયારમા પદમાં ઉલ્લેખ છે. આ અગિયારમા પદ માટે “રાગ અડાણો” એવો ઉલ્લેખ છે.
શાન્તિનાથનું સ્તવન પદ ૧૬) - આ છ કડીની હિન્દી કૃતિ છે. આમાં અચિરાના પુત્ર શાન્તિનાથનું ગુણોત્કીર્તન છે. હરિ અને હર વગેરેની ઋદ્ધિ કંઈ હિસાબમાં નથી, પ્રભુના ગુણનો અનુભવરૂપ રસ અદ્વિતીય છે, અનુભવ વિના સાચું
સ્વરૂપ સમજાય નહિ પ્રભુના ગુણના અનુભવરૂપ ચન્દ્રહાસ ખડ્ઝ મ્યાનમાં ન રહે ઇત્યાદિ બાબતો આ સોળમા પદમાં રજૂ કરાઈ છે. આ સોળમું પદ “સારંગમાં
નેમિનાથનું સ્તવન (પદ ૧૭) – આ ત્રણ કડીની હિન્દી કૃતિ છે. એમાં રાજુલા (રાજીમતી) નેમિનાથને ઉદ્દેશીને કહે છે કે તમને જોતાં જ તમે મારું ચિત્ત ચોરી લીધું. મને તમારું નામ અહર્નિશ રુચે છે, સિદ્ધિવધૂની ખાતર તમે મને છોડી અને પશુઓને દોષ દીધો. અહીં કર્તા કહે છે કે નેમિનાથ મળતાં રાજુલનું દુઃખ દૂર થયું અને એણે મુક્તિના સુખરૂપ અમૃતનું પાન કર્યું. આ સત્તરમા પદનો રાગ “કાફી” છે.
નેમિનાથનું સ્તવન (પદ ૩૨) – આ બે કડીની હિન્દી કૃતિમાં નેમિનાથનું રૂપ અજબ છે અને એમનાં નેત્ર કરુણારૂપ અમૃતના કચોલા છે એમ કહ્યું છે. આ બત્રીસમા પદનો રાગ દેવગંધાર" છે.
અંતરીક્ષ પાર્શ્વનાથનું સ્તવન પદ ૧૮) – આ ત્રણ કડીની નાનકડી હિન્દી કૃતિમાં “અન્તરીક્ષ પાર્શ્વનાથને સાચા મિત્ર કહ્યા છે. “ભામણડે ભૂખ ન ભાંગે” પરંતુ પેટમાં ભોજન જાય તો ભૂખ ભાંગે એ વાત કહી ભગવાનની ભક્તિ વિના બધું નિષ્ફળ છે એવો ઉલ્લેખ કરાયો છે, આ અઢારમા પદનો રાગ કયાણ (? કલ્યાણ)
કલ્હારા પાર્શ્વનાથનું સ્તવન (પદ ૩૧) – આ ચચ્ચાર પંક્તિની ચાર કડીની ગુજરાતી કૃતિમાં કર્તાએ “કલ્હારા પાર્શ્વનાથને વિજ્ઞપ્તિ કરી છે. એમણે કહ્યું છે કે તમારા સિવાય મારે કોઈ દેવ નથી. જેણે અમૃતનો રસ ચાખ્યો તેને બાકસ ભાવે નહિ તેમજ અગ્નિના પ્રલય સમયે “કંચનગિરિ (મેર) ગળે નહિ એમ બે બાબત અહીં દર્શાવાઈ છે. અંતમાં કર્તા વિષે સીધી કે આડકતરી રીતે ઉલ્લેખ નથી તો આ એમની કૃતિ ગણાય? આ એકત્રીસમા પદ માટે રાગનો પણ નિર્દેશ નથી.
દાદા () પાર્શ્વનાથનું સ્તવન પદ ૮) – આ પાંચ કડીની હિન્દી કૃતિમાં કર્તા પોતે પાર્શ્વનાથની કેવી રીતે સેવા કરશે – પ્રભુને સેવ્ય અને પોતાને સેવક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org