________________
યશોદોહન : ખંડ–૨
માનસરોવરનો રસિયો રાજહંસ વિષયરૂપ સર્પ પ્રત્યે ગરુડ
અશુચિમાં રાચનારો કાગડો વિષયરૂપ વિષવાળો સર્પ છીલર જળ
સુકાઈ ગયેલું સાગનું ઝાડ
સમુદ્ર
સુરત (કલ્પવૃક્ષ)
અંતિમ ભાગમાં કહ્યું છે કે સુવિધિનાથ જ પુરુષોત્તમ, નિરંજન શંકર, બ્રહ્મા અને બુદ્ધ છે. આ હકીકત ભક્તામર સ્તોત્રના ૨૫મા પદ્યનું સ્મરણ કરાવે છે. અંતમાં કર્તાએ પોતાના દિલને બાગ, સુવિધિનાથના ગુણોને પુષ્પ અને ભક્તિને પરાગ કહ્યાં છે.
૫૭
નામ-નિર્દેશ – કર્તાએ આ નવ સ્તવનોમાં ભિન્ન ભિન્ન રીતે પોતાનો પરિચય આપ્યો છે. જેમકે નામોલ્લેખ વિના, નયવિજયજીના શિષ્ય તરીકે અને નામોલ્લેખપૂર્વક જશ અને વાચક જશવિજય તરીકે,
આનંદઘન – ચોવીસીનો બાલાવબોધ – મુનિવર આનંદઘનજીએ ગુજરાતીમાં ઋષભદેવાદિ ૨૪ તીર્થંકરોને અંગે એકેક સ્તવન રચ્યું છે. એનો ગુજરાતીમાં બાલાવબોધ યશોવિજયજી ગણિએ રચ્યાનું કેટલાક કહે છે.
વિશિષ્ટ-જિન-સ્તવનો રૂપ પંદર પદો
આદિનાથનું સ્તવન (પદ ૧૦) આ ચાર કડીની હિન્દી કૃતિ દ્વારા શ્રેયાંસકુમારે ઋષભદેવને જે શેરડીનો રસ વહોરાવ્યો હતો તેનું કર્તાએ ઉપમા દ્વારા વર્ણન કર્યું છે. ઉદાહરણાર્થે હું બીજી કડી નોંધું છું :
-
“મેં પુરુષોત્તમ વર પં, તું તો પત્ન નિવાન !
ફત ગંગા બંવર તાનનર્જી, માનું વતી અલમાન ॥ ૨ ॥’
આ દસમા પદ માટે રાગ તરીકે “ગૌડ સારંગ તથા પૂર્વી' એવો ઉલ્લેખ
છે.
Jain Education International
ઋષભદેવનું સ્તવન (પદ ૬ ૩) – આ ત્રણ કડીની હિન્દી કૃતિમાં ઋષભદેવની જટાનું આલંકારિક વર્ણન ઉત્પ્રેક્ષાદિદ્વારા કરાયું છે. ઇન્દ્રે પ્રભુને એમની કેશાવલી રાખી મૂકવા વિજ્ઞપ્તિ કરી એમ અંતમાં કર્તાએ કહ્યું છે. આ ત્રેસઠમા પદ્ય માટે “ગૌડ સારંગ’” રાગનો ઉલ્લેખ છે.
શીતલનાથનું સ્તવન (પદ ૧૧) – આ હિન્દી કૃતિ છ કડીમાં રચાઈ છે. જ્યોતિથી જ્યોતિ મળી એમ ધ્યાન ધરે ત્યારે ભેદ ન રહે. પ્રભુ પાસે હોય તો બધું
For Private & Personal Use Only
www.jainelibrary.org