________________
યશોદોહન ઃ ખંડ–૨
૫૧
સ્તવનમાં ચિન્તામણિ અને ચમક-પાષાણ એમ બેને પત્થર’ કહ્યા છે. વળી કાળ, સ્વભાવ અને ભવિતવ્યતાને ચિન્તામણિ' પાર્શ્વનાથના દાસ તરીકે ઓળખાવ્યાં છે. બાળક જેમ તેમ બોલે અને પિતા આગળ લાડ કરે એમ જે નવમી કડીમાં કહ્યું છે તે રત્નાકર પંચવિંશતિકા (શ્લો. ૩)નું સ્મરણ કરાવે છે. ત્રીજી કડીમાં સાંવત્સરિક દાન દઈ સમસ્ત પૃથ્વીને ઉરણ કરી એમ કહી, મુક્તિરૂપ દાન પોતાને દેવા કર્તાએ યાચના કરી છે.
‘રાજનગરમંડન મહાવીરસ્વામીનું સ્તવન આ ગુજરાતીમાં ચૌદ કડીમાં રચાયેલું સ્તવન છે, એ દ્વારા રાજનગરના એટલે કે અમદાવાદના મહાવીરસ્વામીને વિજ્ઞપ્તિ કરાઈ છે. જેમ માતા વિના બાળક ન રહી શકે તેમ હું તારા વિના રહી ન શકું એમ કર્તાએ મહાવીરસ્વામીને ઉદ્દેશીને કહી એમને પોતાના મનરૂપ મંદિરમાં પધારવા વિજ્ઞપ્તિ કરી છે. મનને મંદિર કહી મંદિરમાં જે જે વસ્તુ વગેરે હોય તેને સ્થાને રૂપક દ્વારા અન્યનો ઉલ્લેખ નીચે મુજબ કરાયો છે.
કંટક
માયા બિછાનાં
ક્રિયાની
સુવિવેક
શુદ્ધિ
પાંચ
આચાર
શાન
શ્રદ્ધા
અધ્યાત્મ
સમતા
પ્રભુએ કર્તાની અરજી સ્વીકારી એઓ પધારતાં કર્તાને આનંદ થયો. એમણે કહ્યું કે અર્ધપાદ તરીકે કરુણા-ક્ષમા અને તંબોલ તરીકે સત્યવચન રાખશું.
ક્રોધ તક્રિયા
ધૂળ કસ્તૂરીકપૂર સુરુચિ ધૂપઘટી
શાસનની | દીવો
ધજા
-
Jain Education International
મણિનાં
તોરણ
ઓરડા
મણિની પેટી
કુસુમ
શમ્યા
ગમા (?)
નય
ધ્યાન
રાજનગરમંડન મહાવીરસ્વામીનો સ્તવ – આ ચચ્ચાર પંક્તિની અગિયાર કડીનો સ્તવ ગુજરાતીમાં છે. જો હું તારાં દર્શન પામ્યો તો મારે આંગણે મેં કલ્પતરુ રોપ્યો એમ હું માનીશ એમ કર્તાએ મહાવીરસ્વામીને ઉદ્દેશીને કહ્યું છે. ચમક-પાષાણ જેમ લોઢાને ખેંચે તેમ તારી ભક્તિ મુક્તિને ખેંચશે એમ જાણી કર્તાએ ભક્તિ કરી છે. કર્તાએ મહાવીરસ્વામીને સુરતરુ અને અન્ય દેવોને બાવળ કહ્યા છે. વળી એમણે કહ્યું છે કે જેમ કમળની સુવાસ વિના ભ્રમર રહી ન શકે અને મધુમાસના વિલાસ વિના કોયલ રહી ન શકે તેમ તારા ગુણના રસના પાન વિના મારું કાર્ય સરે નહિ. વિશેષમાં આંબાની શાખ (શાખિયું) ચાખ્યા બાદ આંબલીને કોણ ચાખે એવો પણ ૧. આ કૃતિ સ્તવન તરીકે ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૧૦૮-૧૧૧)માં છપાઈ છે. એમાં નવમી કડીની અંતિમ પંક્તિ ખૂટતી હતી તે સંપાદકે (?) ઉમેરી છે.
૨. કર્તાએ આ કૃતિને ૧૧મી કડીમાં ‘સ્તવ’ કહેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org