________________
૫૪
ભક્તિસાહિત્ય
ચાર વાવડી ગોળ અને આઠ વાવડી ચોરસ છે.
અત્યંતર ગઢની બહાર દીવાલ અને મધ્ય ગઢની અંદરની દીવાલ વચ્ચે ૧૫૦૦ ધનુષ્યનું અને મધ્યમ ગઢની બહારની દીવાલ અને સૌથી બહારના ગઢની અંદરની દીવાલ વચ્ચે ૧૦૦૦ ધનુષ્યનું અંતર હોય છે. રત્નની ભીંત અને ગઢની વચ્ચે વૃત્ત સમવસરણમાં ૨૬૦૦ધનુષ્યનું અને ચોરસ સમવસરણમાં ૩૦૦ ધનુષ્યનું હોય છે.
એ સમવસરણમાં તુંબરુ વગેરે પોળિયા છે અને ઠેકાણે ઠેકાણે ધૂપઘટી છે. દ્વાર ઉપર મંગળ-પૂતળી છે અને દુન્દુભિ વાગે છે. દિવ્યધ્વનિ સૌ સમજે છે અને વાણી એક યોજનાના વિસ્તારવાળી છે. ત્યાં કોઈ વૈરવિરોધ નથી. પ્રભુ ચોત્રીસ અતિશયથી વિરાજે છે.
નવનિધાન નવ સ્તવનો – આ સ્તવનોનો એક હાથપોથીમાં “નવ નિધાન નવ સ્તવન સંપૂર્ણ એવો અંતમાં ઉલ્લેખ છે. એને અનુસરીને મેં આ શીર્ષક યોજ્યું
આ નવે સ્તવનો હિન્દી ભાષામાં છે. એ જશવિલાસનો એક ભાગ ગણાય છે. એ સ્તવનોના પ્રારંભિક ભાગ અને પદાંક નીચે પ્રમાણે છે :
(૧) વેવ હિતારી નીરુ (પદ ૨૨) (૨) નિવેવ મુળ વાતહીં , ૪૩) (૩) સંમનિન નવ નયન મિન્હો હો , ૪)
જી પ્રભુ તેરે નાની હું વનિહારી , ૪૫) ૫) સુમતિનાથ સારા છે , ૪૬) (६) घडी घडी सांभरे सांइ सलूना , ૪૭) (૭) ણે સામી સુપાર્થસે વિત્ત I ( ૪૮) (८) श्री चन्द्रप्रभ जिनराज राजे , ૭, ૪૯ અને ૬૯)
૧. આ સ્તવનો ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૭૩-૭૯)માં છપાયાં છે. પૃ. ૭૩માં આ સ્તવનોનો
“નવ નિધાન સ્તવનો"ના નામથી નિર્દેશ કરાયો છે. ૨. આનો સંક્ષિપ્ત પરિચય ગૂ. સા. સં. (વિ. ૧, પૃ. ૭૯)માં અપાયો છે.
૩. કોઈ કોઈ વાર ગુજરાતીની છાંટ જોવાય છે, એ લહિયાને આભારી હશે? Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org