________________
૫૦
ભક્તિસાહિત્ય માતાપિતાનાં નામ, લાંછન, ઊંચાઈ, સહદીક્ષિતની સંખ્યા, આયુષ્ય, નિર્વાણ સ્થળ તેમજ શ્રમણ અને શ્રમણીનો પરિવાર દર્શાવી શાસનના રક્ષક તરીકે ધરણ ઇન્દ્ર અને પદ્માવતીનો ઉલ્લેખ કરાયો છે.
અંતરીક્ષ પાર્શ્વનાથનું સ્તવન – આ છ કડીનું હિન્દી સ્તવન છે. એમાં કહ્યું છે કે કરોડ દેવી મળીને પણ પાર્શ્વનાથના અંગૂઠા જેવો અંગૂઠો બનાવી ન શકે. આમ એના અદ્ભુત રૂપની પ્રશંસા કરાઈ છે.
ત્રીજી કડીમાં કેવલજ્ઞાનને કમળા અને પાર્શ્વનાથને ગોવિન્દ પાંચમી કડીમાં મનને મધુકર અને પાર્શ્વનાથને અરવિન્દ તેમજ નયનને ચકોર અને પાર્શ્વનાથના મુખને ચન્દ્ર કહ્યાં છે.
ગોડી પાર્શ્વનાથનું સ્તવન – આ નવ કડીનું ગુજરાતી સ્તવન છે. એ હિતકારી તે હિતકારીથી શરૂ થાય છે. એમાં ગોડી પાર્શ્વનાથની મૂર્તિની મનોહરતા, એમની સેવા માટેનો અનુરાગ, દેવ તરીકેની એમની શ્રેષ્ઠતા અને એમની વાણીની પ્રશંસા વર્ણવાયાં છે. અંતમાં કર્તાએ “વાચક જશ" દ્વારા પોતાનો પરિચય આપ્યો છે.
ગોડી પાર્શ્વનાથનું સ્તવન – આ ગુજરાતીમાં બાર કડીમાં રચાયેલું સ્તવન અંતર્યમકથી અલંકૃત છે. એ અલંકારનો ખ્યાલ આવે એ માટે હું એની પહેલી કડી રજૂ કરું છું:
ગોડી પ્રભુ ગાજઇ રે, ઠકુરાઈ છાજઇ રે;
અતિ તાજઈ દિમાઈ, રાજઇ રાજિઓ રે. -૧”
ગોડી પાર્શ્વનાથને આ સ્તવનમાં શરણાગતના ત્રાતા, દોલતના દાતા, સહજ નિઃસંગી, વલ્લભ અને અદ્વિતીય કહ્યા છે. કર્તાએ પ્રભુજીને વિજ્ઞપ્તિ કરી છે કે મને શિવનારી પરણાવો.
ચિન્તામણિ પાર્શ્વનાથનું સ્તવન – આ દસ કડીના ગુજરાતીમાં રચાયેલા ૧. આ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૯૭)માં “પ્રભુ-મહિમા" એ નામથી છપાયું છે. ૨. આવી હકીકત પ્રત્યેક તીર્થકરને અંગે ઘટે છે. ૩. આ સ્તવન ન્યા. . સ્મૃ. પૃ. ૨૫૬)માં છપાયું છે. એ પૂર્વે એ અપ્રસિદ્ધ હોવાનું
અનુક્રમણિકા"માં કહ્યું છે. ત્યાં આનો “ગીત' તરીકે ઉલ્લેખ છે તે વિચારણીય છે. ૪. કર્તાએ જાતે આ સ્તવન જે પ્રતમાં લખ્યું હતું તે જ પ્રત ઉપરથી ગૂ. સા. સં.માં છપાવાયું
૫. આ ઉપર્યુક્ત પુસ્તક લિ ૧, પૃ. ૯૯-૧૦૦)માં જોવાય છે. ત્યાં એનું શીર્ષક
મુક્તિવાચના” રખાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org