________________
યશોદોહનઃ ખંડ-૨
૪૫ ૧૫૦ કલ્યાણકોથી અલંકૃત છે. એ પર્વની આરાધના માટે પૌષધ કરવો જોઈએ.
બીજી ઢાળમાં કહ્યું છે કે પાડે પડે “સર્વશાય નમન, “નમો અહંત', ‘નમો નાથાય', એમ કહેવું. ચોથી કડીમાં આગળની ઢાળના વિષયની યોજનાનો નિર્દેશ કરાયો છે. આ યોજના મુજબ બાકીની દસ ઢાળમાં અતીત, વર્તમાન અને અનાગત ચોવીસીના ત્રણ ત્રણ તીર્થકરોનાં નામ દસ ક્ષેત્રો પૈકી એકેકને લક્ષીને અપાયાં છે. તેમાં પાંચ ભરતક્ષેત્રનો ક્રમ નીચે મુજબ રખાયો છે:
જંબૂદ્વીપનું ભરતક્ષેત્ર, ધાતકીખંડનું પૂર્વ ભરતક્ષેત્ર, પુષ્કરાર્ધનું પૂર્વ ભરતક્ષેત્ર, ધાતકીખંડનું પશ્ચિમ ભરતક્ષેત્ર અને પુષ્કરાર્ધનું પશ્ચિમ ભરતક્ષેત્ર આ જ ક્રમે પાંચ ઐરાવત ક્ષેત્રો પાંચ ભરતક્ષેત્ર પછી વિચારાયાં છે.
આમ દસે ક્ષેત્રોમાં ત્રણેચોવીસીના ત્રણ ત્રણ તીર્થકરોનાં પાંચ પાંચ કલ્યાણકો ગણતાં ૧૦ x ૩૪૫ = ૧૫૦ કલ્યાણકો થાય છે. ત્રણ ત્રણ તીર્થકરો પૈકી એકનાં ત્રણ કલ્યાણકો અને બાકીના બલ્બનાં એકેક કલ્યાણક મૌન એકાદશીએ છે.
દરેક તીર્થકરનાં પાંચ કલ્યાણક હોય છે. ત્રણ ચોવીસીનો દસે ક્ષેત્ર આથી વિચાર કરતાં ૫ x ૭૨ x ૧૦ = ૩૬૦૦ કલ્યાણકો થાય. એ પૈકી ૧૫૦ મૌન એકાદશીઓ છે.
કળશમાં બાર ઢાળનો બાર ભાવના રૂપી વૃક્ષની મંજરી તરીકે, બાર અંગરૂપી વિવેકના પલ્લવ તરીકે, બાર વતની શોભારૂપે અને બાર તપની વિધિના સાધન તરીકે ઉલ્લેખ છે.
રચના-સ્થળ અને રચના-સમય – બારમી ઢાળમાં આ સ્તવન વિ. સં. ૧૭૩રમાં ખંભાતના ચાતુર્માસ દરમિયાન રચ્યાનો કર્તાએ ઉલ્લેખ કર્યો છે. એમણે આ સ્તવનમાં પોતાની ગુરુપરંપરા દર્શાવી છે. તેમ કરતી વેળા એમણે કલ્યાણવિજયને વરવાચક (મહોપાધ્યાય) અને વાદીઓરૂપ હાથીઓને વિષે સિંહ સમાન કહ્યા છે.
આ ઢાળમાં ગણણું શબ્દ બે વાર જ્યારે બીજી ઢાળમાં એક વાર વપરાયેલ છે. પહેલી ઢાળમાં ‘ગુણણું શબ્દ છે.
સંતુલન – આ સ્તવન સાથે વરસ્ય પ્રવ્ર થી શરૂ થતી મૌન એકાદશીની સ્તુતિ સરખાવી શકાય. ૧. આ સંબંધમાં મેં મૌન એકાદશીનું પર્વ અને એને અંગેનું સાહિત્યમાં નામના મારા “આ.
પ્ર.” પૃ. ૫૬, અંક ૩)માં છપાયેલા લેખમાં વિચાર કર્યો છે. ૨-૩-૪. આ અનુક્રમે ક્ષેત્ર, ચોવીસી અને કલ્યાણકની સંખ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org