________________
જ
ભક્તિસાહિત્ય (૧૨) નિર્વાણભૂમિ (૧૩) શાસનયક્ષનું નામ (૧૪) શાસન-યક્ષિણીનું નામ
સંતુલન– જેમ આ ચોવીસીમાં ચૌદ ચૌદ બોલ છે તેમ યશોવિજયજીગણિએ રચેલી વિહરમાણ-જિન-વીસીમાં નીચે મુજબના છ છ બોલ છે :
(૧) તીર્થકરનું નામ (ર-૪) એમનાં માતા પિતા અને પત્નીનાં નામ (૫) જન્મભૂમિ અને (૬) લાંછન.
નામ-નિર્દેશ – આ ચોવીસીનાં કેટલાંક સ્તવનોમાં જશ' શબ્દનો શ્લેષ કરી એને અર્થ-સંદર્ભમાં ખૂબીથી ગોઠવી દઈ કતએ પોતાનું નામ દર્શાવ્યું છે. કોઈ કોઈ સ્તવનમાં “કવિ જશવિજય એવો પણ ઉલ્લેખ છે. કોઈકમાં નામ ન આપતાં કર્તાએ પોતાને “નયવિજયજીના શિષ્ય” તરીકે ઓળખાવ્યા છે. બાકીનાં સ્તવનોમાં પહેલી બે ચોવીસીના સ્તવનોની જેમ જશ’ એવો પણ ઉલ્લેખ છે.
ઉપસંહાર – ત્રણે ચોવીસીની કડી ૧૨૧ + ૮૮ + ૧૨૬ = ૩૩૫ છે. ૭ર સ્તવનો પૈકી બીજી ચોવીસીનું ૨૨મું સ્તવન હિન્દીમાં છે; બાકીનાં ૭૧ ગુજરાતીમાં
મૌન એકાદશીનું દોઢસો કલ્યાણકનું સ્તવન (વિ. સં. ૧૭૩૨) – આ સ્તવન બાર ઢાળમાં રચાયું છે. અંતે કળશ રૂપે એક પદ્ય છે. પહેલી ઢાળ સિવાયની બાકીની ઢાળો માટે દેશીનો ઉલ્લેખ છે, બાર ઢાળોમાં કડીની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :
૫, ૫, ૫, ૫, ૫, ૫, ૬, ૫, ૫, ૫, ૬ અને ૫. આમ એકંદર ૬૨ કડી
પહેલી ઢાળમાં કહ્યું છે કે હરિએ (કૃષ્ણ) જિનને નેમિનાથને) પૂછ્યું એટલે એ જિને મૌન એકાદશીનું પર્વ ઉપદેશ્ય. એ દિવસ એટલે કે માગસર સુદ અગિયારસ
૧. જૈન તત્ત્વાદશ પૃ. ૩૫-૭૦, પાંચમી આવૃત્તિ)માં પર બોલની નોંધ છે. પૃષ્ઠ ૬૯માં
વર્ણવેલ પાર્શ્વનાથનું સ્તવન પાર્શ્વનાથને અંગે દરેક બાબતો પૂરી પાડે છે. ૨. સત્તરિસપઠાણ જેવી પાઈયકૃતિનું આ સ્મરણ કરાવે છે. ૩. આ સ્તવન ગુ.સા. સં. વિ. ૧, પૃ. ૧૮૬-૧૯૬)માં છપાયું છે. એના પૃ. ૧૯૬માં ટિપ્પણરૂપે
કહ્યું છે કે “પાઠકોની સરળતા ખાતર કેટલીક જગ્યાએ જૂની ભાષાને ચાલુ વર્તમાન ભાષામાં રાખી છે. આમ જે ફેરફાર કરાયો છે તેથી ભાષાના અભ્યાસને ધક્કો પહોંચ્યો છે અને એ કંઈ નાનીસૂની હાનિ ન કહેવાય એટલે એટલા ખાતર પણ આ સ્તવન
મૂળભાષામાં યોગ્ય રીતે પ્રકાશિત થવું ઘટે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org