________________
ભક્તિસાહિત્ય
આદિનાથસ્તવન આ પાંચ કડીનું હિન્દીમાં રચાયેલું સ્તવન છે. પ્રભુને તારક કહી, સેવકને ભવનો પા૨ પ્રથમ પમાડી – એને તારી તારક બનવું ઘટે એમ અહીં કહ્યું છે.
૪૬
ઋષભદેવનું સ્તવન – આ નવ કડીનું ગુજરાતીમાં રચાયેલું સ્તવન છે. એમાં ઋષભદેવની મૂર્તિના દર્શનથી અપૂર્વ લાભ થયાનું કર્તાએ કહ્યું છે. જેમકે સુકૃતનો સંચય થયો, કલ્પવૃક્ષ ફળ્યું, કામઘટ મળ્યો, અમૃતની વૃષ્ટિ થઈ અને કુમતિરૂપ અંધકારનો નાશ થયો.
વિશેષમાં ઋષભદેવની અન્ય સુર સાથે તુલના કરતાં એ બેને નીચે મુજબ ઉપમા અપાઈ છે :
ઋષભદેવ
કૈનક, મણિ
કુંજર
કલ્પતરુ
અન્ય સુર
તૃણ
કરહ (ઊંટ)
બાવળનું ઝાડ
આ સ્તવનમાં ચમક-પાષાણ લોઢાને ખેંચે છે એ વાત કહી. છે.
શરીર, જીભ, હ્રદય, રાત અને દિવસની ધન્યતા શેમાં છે તે આ સ્તવનમાં દર્શાવાયું છે.
ઋષભદેવને ગુણના રત્નાકર કહી એક ગુણરૂપ રત્ન આપવામાં શી ખોટ આવશે એમ અહીં કહ્યું છે. આ વાતનો વિહ૨માણ જિન-વીસીગત બારમા સ્તવનમાં પણ ઉલ્લેખ છે.
અજિતનાથનું સ્તવન – આ સ્તવન બે ઢાળમાં ગુજરાતીમાં રચાયું છે. પહેલી ઢાળમાં અગિયાર અને બીજીમાં ત્રણ કડી છે. બંને ઢાળની દેશી દર્શાવાઈ છે. પહેલી ઢાળમાં તારંગગિરિનો તેમજ કોટિશિલાનો ઉલ્લેખ છે. પરમ શ્રાવક કુમારપાલ નૃપતિએ ‘કલિ’ હેમચન્દ્રસૂરિના ઉપદેશથી કુમરવિહાર નામનો જૈન પ્રાસાદ બંધાવ્યો હતો. અને એ પ્રાસાદ-જિનમંદિર દંડ, કળશ અને ધજા તેમજ તોરણ અને ઊંચા સ્તંભ તથા પુતળી વડે શોભે છે એમ અહીં કહ્યું છે. એમાં અજિતનાથની પ્રતિમા છે. તારણદેવી એ રક્ષપાલિકા (રખવાળી) છે. આ ‘તારંગિરિ આણંદપુર
૧. સરખાવો નેમિનાથનું સ્તવન.
૨. આબુની કોરણી, રાણકપુરની બાંધણી અને તારંગાની ઊભણી એવી લોકોક્તિ છે. એ દ્વારા તારંગાના જિનમંદિરની ઊભરણીની પ્રશંસા કરાઈ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org