________________
ભક્તિસાહિત્ય કે યશોવિજયગણિની અન્ય કોઈ કૃતિમાં ઉલ્લેખ નથી. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક ચોવીસીનાં સ્તવનો પૈકી રોજ એકેક રચાયું કે કેમ તે જાણવું બાકી રહે છે. કર્તાએ ઘણાંખરાં સ્તવનોમાં પોતાને અવાચક કહ્યા છે. એ હિસાબે તો આ કૃતિ વાચક બન્યા પછીની ગણાય.
પૌવપર્ય – પ્રસ્તુત ત્રણ ચોવીસીનું પૌર્વાપર્ય નક્કી કરવા માટે કોઈ સાધન જણાતું નથી.
નામનિર્દેશ – કર્તાએ પ્રાયઃ પ્રત્યેક સ્તવનના અંતમાં જશ” શબ્દ વડે પોતાનું નામ દર્શાવ્યું છે. એમનું સંસારી નામ ‘જશવંત' હતું તેનું આ સંક્ષિપ્ત રૂપ છે. બીજી રીતે વિચારીએ તો યશોવિજયમાંના યશસ્નો ગુજરાતી પર્યાય જશ છે.
કર્તાએ પોતાના ગુરુનું “નયવિજય' નામ ઘણીખરીવાર આપી પોતાની ગુરુભક્તિનું દ્યોતન કર્યું છે અને સાથે સાથે એ દ્વારા પોતાનો અલ્પ પરિચય આપ્યો
બીજી ચોવીસી – આમાં પણ ૨૪ સ્તવનો છે. પરંતુ નવાઈની વાત એ છે કે બાવીસમું સ્તવન આ ચોવીસીમાંનાં બીજા સ્તવનોની જેમ ગુજરાતીમાં નહિ પણ હિન્દીમાં છે. શું મૂળ ગુજરાતી સ્તવન લુપ્ત થતાં એને સ્થાને આ સ્તવન ગોઠવી દેવાયું હશે?
પરિમાણ – કુન્થનાથનું સ્તવન ચાર કડીનું, શાંતિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીનાં સ્તવનો પાંચ પાંચ કડીનાં, નેમિનાથનું બાર કડીનું અને બાકીનાં ૧૯ સ્તવનો ત્રણ ત્રણ કડીનાં છે. આમ આ ચોવીસી ૮૮ કડીની છે.
દેશી, ઢાળ અને રાગ – સોળ સ્તવનો માટે દેશીનો, છ માટે ઢાળનો અને બે માટે રાગનો ઉલ્લેખ છે. પાર્શ્વનાથના સ્તવન માટે ઢાળ ફાગની” એમ કહ્યું છે. નવમું અને પંદરમું સ્તવન મલ્હાર રાગમાં છે.
વિશિષ્ટતા – પપ્રભસ્વામીના સ્તવનમાં મુક્તિને મોદક (લાડુ)ની ઉપમા અપાઈ છે. એમાં જિનશાસનને પાંતિ પંગત) કહી છે અને સમ્યકત્વને થાળ (મોટી થાળી) કહેલ છે.
૧. આ પદવી એમને વિ. સં. ૧૭૧૮માં અપાઈ હતી એમ સુ. વે. (ઢાળ ૩, કડી ૧૨)માં
કહ્યું છે. ૨. આ પ્રકાશિત છે. ૩. ત્રીજી ચોવીસીના બાવીસમાં સ્તવન માટે પણ આ જ ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org