________________
૪૦
ભક્તિસાહિત્ય અને ભ્રમરને અનુભવ કહ્યો છે. અને એણે પ્રભુના ગુણની સુવાસ લીધી છે એમ કહ્યું છે. આ પદના રાગ તરીકે કાનડો' એવો ઉલ્લેખ છે.
પ્રભુની જ યાચના પદ-૭) – આ ત્રણ કડીની હિન્દી કૃતિમાં કર્તાએ કહ્યું છે કે હે જિનેન્દ્ર ! તારા સિવાય અન્યની યાચના નહિ કરું એમ મેં પાકો નિશ્ચય કર્યો છે. પ્રભુનાં ચરણને કમળ અને અનુભવને રસ કહ્યા છે. તારા ગુણરૂપ રસમાં હું રાચું છું એમ કર્તાએ કહ્યું છે.
આ સિત્તેરમા પદનો રાગ કાફી છે.
જિનબિમ્બ-સ્થાપન સ્તવન – આ દસ કડીની ગુજરાતી કૃતિ છે. એમાં જિનપ્રતિમા જિનેશ્વરની સમાન છે અને એ ઉથાપવી ન જોઈએ એમ કર્તાએ કહ્યું છે. એના સમર્થનાર્થે પ્રતિએ વીર સંવત ૨૯૦માં સવા લાખ જિનમંદિર બનાવ્યાં અને સવા કરોડજિનપ્રતિમા સ્થાપી. દ્રૌપદીએજિન-પૂજા કરી વિમલમંત્રીએવિ સં. ૯૯૩માં આબુ ઉપર જિનમંદિર કરાવ્યાં, વિ. સં. ૧૧૯૯માં કુમારપાલે અને વિ. સં. ૧૨૯૫માં વસ્તુપાલે પાંચ પાંચ હજાર જિનમંદિર બનાવ્યાં. વિ. સં. ૧૩૭૧માં સમરશાહે શત્રુંજયનો પંદરમો ઉદ્ધાર અને વિ. સં. ૧૬૭૬માં કર્ભાશાહે સોળમો ઉદ્ધાર કર્યો.
વિશિષ્ટ – જિન-સ્તવનો ત્રણ ચોવીસીઓ - કૌશલિક ઋષભદેવથી માંડીને આસનોપકારી મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોને અંગે ગુજરાતીમાં એકેક તીર્થકરના ગુણગાનરૂપે એકેક સ્તવન છે. એના સમૂહને ચોવીસી' કહે છે. આવી યશોવિજયગણિએ એકંદર ત્રણ ચોવીસીઓ રચી છે. પહેલી ચોવીસીનો પ્રારંભ “જગજીવન જગવાલહો” રૂપ આદિપદથી અલંકૃત ઋષભદેવના સ્તવનથી કરાયો છે. જ્યારે એનો અંત “ગિરૂઆ રે ગુણ તુમ તણાથી શરૂ થતા મહાવીર સ્તવનથી કરાયો છે.
૧. આ ત્રણે કૃતિઓ ગૂ.સા.સં.ના પ્રથમ વિભાગમાં અનુક્રમે પૂ. ૧-૨૦, પૃ. ૨૧-૩૪ અને
પૃ. ૩૫-૫૪માં છપાઈ છે. વિશેષમાં પહેલી ચોવીસીની દુર્લભદાસ કાલિદાસ શાહના ગુજરાતી ભાવાર્થ અને વિવેચન સહિતની બે આવૃત્તિઓ “જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણાથી વિ. સં. ૧૯૭૩-૭૪માં પ્રકાશિત કરાઈ છે. પ્રથમ આવૃત્તિમાં
યશોવિજયગણિનું જીવનચરિત્રાદિ આપેલ છે. ૨. આ સ્તવન આમ તો સામાન્ય લાગે છે, પણ એમાં ગંભીર અર્થ રહેલો છે એમ મુનિશ્રી
ભાનવિજયજીએ ન્યા. ય. મૃમાં છપાયેલા એમના લેખ નામે “પૂ. ઉપાધ્યાયજીશ્રી યશોવિજયજી મહારાજનાં વચનનાં રહસ્યો અને વિશેષતાઓ” પૃ. ૪૨)માં પ્રતિપાદન
કર્યું છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org