________________
૩૯
યશોદોહનઃ ખંડ-૨ માટે નિમ્નલિખિત ઉદાહરણ અપાયું છે –
“कुल विदारी छले जब सरिता, तब नहि रहत तडाग" આ નવમું પદ “સામેરી' રાગમાં છે.
પ્રભુનું પ્રવચન પદ-૧૨) – આ પાંચ કડીની હિન્દી કૃતિમાં પ્રભુનું વચન સાંભળતાં તત્ત્વ સમજાયું, એમ કહી કતએ શ્રુતજ્ઞાન અને ચિત્તાજ્ઞાનનો “ખીરનિરવાણ” તરીકે ઉલ્લેખ કર્યો છે. વળી જે જ્ઞાન વિષયની તૃષ્ણા ઓલવે તે સાચું જ્ઞાન એમ તેમણે કહ્યું છે. હરણ કાન ધરીને નાદ સાંભળે છે તેમ સંત ગુણનું ધ્યાન ધરે છે. ભેદભેદ સ્યાદ્વાદમાં છે એમ અહીં પ્રતિપાદન કરાયું છે. આ બારમું પદ વેરાવલ રાગમાં છે.
પ્રભુનું શરણ પદ-૧૯) – આ ત્રણ કડીની હિન્દી કૃતિ દ્વારા કર્યા પ્રભુનાં ચરણનું શરણ લે છે, હૃદય-કમળમાં એ પ્રભુનું ધ્યાન ધરે છે મસ્તકે એની આજ્ઞા ધારણ કરે છે તેમજ એના ગુણની જપમાળા જપે છે. કર્તા પ્રભુને અદ્વિતીય ગણે
આ ઓગણીસમા પદ માટે બે રાગનો ઉલ્લેખ કરાયો છેઃ ધન્યાશ્રી અને ગુર્જરી
પ્રભુના દર્શનથી આનંદ પદ-૫) – આ ચારે કડીની હિન્દી કૃતિનો વિષય પ્રભુના દર્શનથી કર્તાને થયેલો આનંદ એ છે. કર્તાએ પ્રભુને અકળ, અરૂપી, અમૂર્ત અને સુમતિ સ્વરૂપી કહ્યા છે. આ ચોપનમા પદ માટે રાગનો ઉલ્લેખ નથી.
પ્રભુ સાથે તન્મયતા પદ-૫૫) – આ ત્રણ કડીની હિન્દી કૃતિ છે. એમાં પ્રભુના ગુણ તરીકે અનંતજ્ઞાનનો ઉલ્લેખ છે. તારું જ્ઞાન, તારું ધ્યાન અને તારું નામ એ મારા પ્રાણ છે એમ કર્તાએ કહ્યું છે.
આ પંચાવનમા પદ માટે રાગનો નિર્દેશ નથી.
પ્રભુના ગુણનું ધ્યાન પદ-૬૦) – આ ચાર કડીની હિન્દી કૃતિમાં કહ્યું છે કે પ્રભુના જ્ઞાનરૂપ ગુણનું મુનિઓ અહર્નિશ ધ્યાન ધરે છે.
આ સાઠમા પદ માટે રાગનો ઉલ્લેખ નથી.
પરમાત્માનું સ્વરૂપ પદ-૬૧) – આ ચાર કડીની હિન્દી કૃતિ છે. પહેલી બે કડીમાં ત્રણ ત્રણ અને બાકીની બેમાં ચારચાર પંક્તિ છે. પરમાત્માને પરમ બ્રહ્મ, પરમાનંદમય, અનંત સુખવાળા તથા અકળ કહ્યા છે. અહીં મનને મંજરી કહી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org