________________
ભક્તિસાહિત્ય જૈન ગ્રં. પૃ. ૧૦૬)માં યશોવિજયગણિકૃત નવ પદ્યના સમીકાપાર્થસ્તોત્રનો ઉલ્લેખ છે અને એની અંશતઃ નોંધ જિ.ર.કો. (વિ. ૧, પૃ. ૪૨૧)માં છે. શું શમીન-પાર્શ્વનાથસ્તોત્ર તે જ સમીકા-પાર્શ્વનાથ-સ્તોત્ર છે?
સામાન્ય – જિન-સ્તવન – આ ચાર કડીના હિન્દી સ્તવન દ્વારા કતએ પોતાની મનોવ્યથા દર્શાવી છે – પોતે ખૂબ દુઃખ ભોગવે છે એમ કહ્યું છે. અંતમાં એમણે અવિચળ સંપત્તિ આપવા પ્રભુને વિજ્ઞપ્તિ કરી છે.
સામાન્ય જિન-સ્તવનરૂપ પદો
પદોનું વર્ગીકરણ-યશોવિજયગણિએ કેટલાં પદ રચ્યાં છે તેનો અંતિમ નિર્ણય આપવા માટે પૂરતાં સાધન નથી. ઉપલબ્ધ સાધનો જોતાં એની સંખ્યા આશરે ૭૫ની છે. ગૂ. સા. સં.માં આ પદો નીચે મુજબ વિભક્ત કરાયાં છે અને ક્રમાંક નીચે પ્રમાણે રખાયા છે:
(૧) સામાન્ય-જિન-સ્તવનરૂપ પદોઃ ૯, ૧૨, ૧૯, ૫૪, ૫૫, ૬૦, ૬૧ ને ૭૦ [૮].
(૨) વિશિષ્ટ-જિન-સ્તવન પદોઃ ૮, ૧૦, ૧૧, ૧૬-૧૮, ૨૪, ૨૮-૩૨, ૪૧, ૪૨, ૬૩ ને ૬૬ [૧૬].
(૩) ગીતરૂપ પદો : ૧૫, ૨૬, ૩૩ ને ૪૦ ીિ. આ ઉપરાંત ત્રણ ગીતરૂપ પદ છે પણ તેના ક્રમાંક નથી.
(૪) આધ્યાત્મિક પદો : ૧-૭, ૧૩, ૧૪, ૨૦, ૨૧, ૨૫, ૩૪-૩૯, પ૩, ૫૬, ૫૮, ૧૯, ૬૧, ૬૨, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૭૧-૭૩ [૩૧]. આ ઉપરાંત એક ક્રમાંક વિનાનું પદ છે.
(૫) નવનિધાન નવ સ્તવનોઃ ૨૨, ૨૭, ૩-૫૦ને ૬૯ [૧૧]. (૬) ગૌતમ પ્રભાતિ સ્તવનઃ ૨૩ [૧].
૫૮મું પદ ભગવતીદાસકૃત બ્રહ્મવિલાસ (પૃ. ૧૧૬)માં કંઈક રૂપાન્તરપૂર્વક છપાયાનું શ્રી અગરચંદ નાહટાનું કહેવું છે.
પ્રભુપ્રત્યે પૂર્ણ રાગ (પદ-૯) – આ પાંચ કડીની હિન્દી કૃતિમાં પ્રભુ પ્રત્યે પૂર્ણ રાગ પ્રદર્શિત કરાયો છે. એમાં ચન્દ્રનાં કિરણ જોઈ સમુદ્ર ઊછળે એ બાબત તેમજ પગે ચાલનાર પગરખાં પહેરે તો એને કાંટા ન વાગે એ બાબત રજૂ કરાઈ છે. ધ્યાતા અને ધ્યેયની એકતા થતાં ભેદ મટી જાય એમ અહીં કહ્યું છે અને એ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org