________________
થશોદોહનઃ ખંડ-૨
પરિમાણ – અભિનન્દનનાથ, વિમલનાથ અને નેમિનાથનાં સ્તવનો છ છ કડીનાં, પાર્શ્વનાથનું ત્રણ કડીનું અને બાકીના વીસ તીર્થંકરનાં સ્તવનો પાંચ પાંચ કડીનાં છે. આમ આ પહેલી ચોવીસીમાં એકંદર ૧૨૧ કડી છે.
દેશી અને રાગ – પહેલાં ૨૨ સ્તવનોને અંગે દેશીનો ઉલ્લેખ છે. પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીનાં સ્તવનો અનુક્રમે મલ્હાર અને ધનાશ્રી રાગમાં છે.
વિશેષતા – સુપાર્શ્વનાથના સ્તવનમાં એ તીર્થંકરનું ઐશ્વર્ય વર્ણવતાં ૩૪ અતિશયો, વાણીના ૩૫ ગુણો અને ૮ પ્રાતિહાર્યોનો નિર્દેશ કરાયો છે.
ધર્મનાથના સ્તવનમાં થાશું અને ચેં એમ બે મારવાડી પ્રયોગો છે.
કુન્થનાથના સ્તવનમાં એમનો “રત્નદીપક તરીકે ઉલ્લેખ છે. એનું વર્ણન ભક્તામર સ્તોત્રના સોળમાં પદ્યનું સ્મરણ કરાવે છે.
નમિનાથના સ્તવનમાં એમની ઉપાસના કરવાથી આઠ મહાસિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ થાય એમ કહ્યું છે. વળી એમાં હાથી, ઘોડા, પુત્ર, પુત્રી અને બાન્ધવની પ્રાપ્તિ, ઈષ્ટનો સંયોગ અને અનિષ્ટ જનોનો અભાવ ઈત્યાદિ સાંસારિક લાભો પણ ગણાવાયા છે.
પાર્શ્વનાથનું સ્તવન ઉત્કૃષ્ટતાનાં નીચે મુજબનાં સત્તર ઉદાહરણો પૂરાં પાડે છે: દેવ – ઈન્દ્ર રૂપ – કામદેવ | વખાણ – જિનકથા (વ્યાખ્યાન) પર્વત – મેરુ પુષ્પ – અરવિન્દ | મન્ચ – નવકાર પશુ – સિંહ ભૂપતિ – ભરત રત્ન – સુરમણિ વૃક્ષ – ચન્દન હાથી - ઐરાવત | સાગર – સ્વયંભૂરમણ સુભટ – મુરારિ(કૃષ્ણ)નું પક્ષી – ગરુડ | ધ્યાન – શુક્લ નદી – ગંગા | તેજવી – સૂર્ય ! આના સન્તલનાર્થે પંચપરમેષ્ઠિગીતા તેમજ કવિ ઋષભદાસે રચેલી અને નીચે મુજબની પંક્તિથી શરૂ થતી શત્રુંજયગિરિ-સ્તુતિ પણ જોવી ઘટે :
શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર રચના-સમય – આ ચોવીસી તેમજ બીજી બે પણ ક્યારે રચાઈ તેનો એમાં
૧. આ સ્તુતિ થાય) કેટલાંક પુસ્તકોમાં છપાવાઈ છે. દા. ત. આત્મ-કલ્યાણ-માળા મૃ. ૧૪૪
૧૪૫, દ્વિતીય આવૃત્તિ) Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org