________________
૪૩
યશોદોહનઃ ખંડ-૨
શાંતિનાથનું સ્તવન વિરોધાભાસનાં સુંદર દäતો પૂરાં પાડે છે:
રાગ અને દ્વેષથી રહિત હોવા છતાં એ તીર્થંકર ચિત્તને આંજે છે, એમને શિરે છત્ર છે ઇત્યાદિના નિર્દેશપૂર્વક એમનું ઐશ્વર્ય વર્ણવી એમને “અકિંચન' કહ્યા છે. એ તીર્થકરને સમતારૂપી પત્ની છે, છતાં એમને પદ્મચારીઓમાં શિરોમણિ કહ્યા છે. ભવના રંગથી અને દોષના સંગથી એ તીર્થકર મુક્ત છે પરંતુ હરણરૂપ લાંછનથી યુક્ત છે.
મહાવીર-સ્તવનમાં મનને મંદિર કહી પીઠબંધ તરીકે સમ્યકત્વનો, ચંદરવા તરીકે ચારિત્રનો, ભીંત તરીકે સંવરનો, ગોખ તરીકે કર્મના વિવરછિદ્ર)નો, મોતીના ઝૂમખા તરીકે બુદ્ધિના આઠ ગુણોનો, પંચાલી પૂતળી) તરીકે બાર ભાવનાનો, રાણી તરીકે સમતાનો અને શવ્યા તરીકે સ્થિરતાનો ઉલ્લેખ છે. આમ આ સ્તવન આલંકારિક છે.
કુન્થનાથ-સ્તવનમાં ઉંબર-ફૂલનો ઉલ્લેખ છે. ત્રીજી ચોવીસી – આનું વિશિષ્ટ નામ છે. એને ચૌદ બોલની ચોવીસી કહે
પરિમાણ – મહાવીર સ્વામીનું સ્તવન સાત કડીનું, નેમિનાથનું સ્તવન નવ કડીનું અને બાકીનાં બાવીસ સ્તવનો પાંચ પાંચ કડીનાં છે. આમ એકંદરે ૧૨૬ કડી છે.
દેશી ઢાળ અને રાગ – ૧, ૫, ૭, ૧૬, ૧૮, ૧૯ અને ૨૧ ક્રમાંકવાળાં સ્તવનોને અંગે દેશીનો, જ્યારે ૬, ૧૭, ૨૦ અને ૨૨ ક્રમાંકવાળાં સ્તવનો માટે દેશીને બદલે ઢાળનો ઉલ્લેખ છે. બાવીસમા સ્તવન માટે “ઢાળ ફાગની” એમ કહ્યું છે. ચોવીસમા સ્તવન માટે કેવળ રાગનો-ધનાશ્રીનો ઉલ્લેખ છે. ત્રેવીસમા સ્તવન માટે તો દેશી, ઢાળ, અને રાગ પૈકી કશાનો ઉલ્લેખ નથી.
વૈશિષ્ટઢ – આ ચોવીસીનું પ્રત્યેક સ્તવન તે તે તીર્થકરને અંગેની નિમ્નલિખિત ચૌદ ચૌદ બાબતો વિષે માહિતી પૂરી પાડે છેઃ
(૧) તીર્થકરનું નામ (૨) તીર્થંકરના પિતાનું નામ (૨) તીર્થકરની માતાનું નામ (૪) જન્મભૂમિ (૫) લાંછન (૬) વર્ણ (૭) દેહનું માન (ઊંચાઈ) (૮) સહદીક્ષિતની સંખ્યા (૯) આયુષ્ય (૧૦) સાધુઓની સંખ્યા ૧૧) સાધ્વીઓની સંખ્યા ૧. આ છપાયેલી છે. ૨. સરખાવો બીજી ચોવીસીનું ત્રેવીસમું સ્તવન.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org