________________
યશોદોહન: ખંડ-૧
૧૯
છપાયા છે. પૃ. ૮૪માં એવો ઉલ્લેખ છે કે આ પહેલો કાગળ કર્તાના હસ્તાક્ષરવાળી હાથપોથીને આધારે અપાયો છે.
સમાનનામક મુનિઓ – વિ. સં. ૧૬ ૬૫માં લોકનાલિયા (લોકનાલિકા)નો પોતાને માટે બાલાવબોધ રચનારા જયવિજય યશોવિજય) વાચક વિમલહર્ષના શિષ્ય થાય છે. એમણે રચેલા આ બાલાવબોધિની એક હાથપોથી વિ. સં. ૧૭૦૭માં લખાયેલી મળે છે. આ જયવિજયને આપણા ચરિત્રનાયક માની લેવાની ભૂલ ૫. શિવલાલે મુનિશ્રી “ચતુરવિજયજીએ અને એમના આધારે પ્રો. વેલણકરે કરી છે.
પાર્શ્વનાથસ્તોત્ર અને પંચપરમેષ્ઠિસ્તવની એક હાથપોથીમાં નીચે મુજબ ઉલ્લેખ છે :
“સંવત્ ૧૬૭૧ વર્ષ વૈશાખ વદિ ૩ શુકે |પં. વિનયવિજય ગ. શિષ્ય ગ. શિષ્ય જશવિજય લખીત |
જો વિનયવિજય ગ. નામ સાચું હોય તો આ સવિજય આપણા ચરિત્રનાયક ન હોઈ શકે.
ક[પ્રકરની ટીકા, કાવ્યકલ્પલતાની ટીકા, રત્નશેખરસૂરિકત સંબોધસત્તરિની ટકા અને "તત્વાર્થાધિગમશાસ્ત્ર એમ ચાર ઉપર ગુજરાતીમાં બાલાવબોધ રચનારાનાં નામ પણ યશોવિજયજીગણિ છે, એ ચાર લેખકો પૈકી એક, બે કે બધા જ પ્રસ્તુત યશોવિજયજીગણિથી ભિન્ન છે કે કેમ તેનો અંતિમ નિર્ણય કરવાનો બાકી રહે છે.
સમકાલીન મુખ્ય વ્યક્તિઓ – યશોવિજયજીગણિના ગુરુ નવિજયજીગણિ, ગચ્છનાયક વિજયદેવસૂરિજી, વિજયપ્રભસૂરિજી, વિજયસિંહસૂરિજી, અધ્યાત્મરસિક આનંદઘનજી, ક્રિયોદ્ધારક પંન્યાસ સત્યવિજયજીગણિ, ઉપાધ્યાય વિનયવિજયજીગણિ, ૫. જયસોમજી, લાભવિજયજીગણિ, માનવિજયજીગણિ, ૫. પુણ્યવિજયજીગણિ, રવિવિજયજી, કીર્તિરત્નમણિજી, તત્ત્વવિજ્યજી, ‘મણિચન્દ્રજી, મૂલાનો પુત્ર મેઘા, ૧. જુઓ એમનો “જૈ. ધ. પ્ર.”ના વિ. સં. ૧૯૮૩ના વૈશાખના અંકમાં પૃ. ૬૫-૬૯)માં
છપાયેલ લેખ નામે “શ્રીમદ્ યશોવિજયજીની જીવનરેખા.” ૨. જુઓ એમની જૈનસ્તોત્ર સન્દોહની પ્રસ્તાવના (પૃ. ૯૦) ૩. જુઓ જિનરત્નકોશ વિભાગ ૧, પૃ. ૩૩૯) ૪. જુઓ સુજસવેલી ભાસની મો. દ દેશાઈની પ્રસ્તાવના (પૃ. ૧૧). ૫. આના પરિચય માટે જુઓ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ ૨, ઉપખંડ ૨-૪)
૬, જુઓ માફીપત્ર Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org