________________
૨Y
સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય છે. આ સંબંધમાં મીમાંસકોનું મંતવ્ય રજૂ કરી એનું પણ ખંડન કરાયું છે.
પતિ ઇત્યાદિ પ્રયોગમાં વૈયાકરણોના મત અનુસાર શાબ્દ-બોધ શો છે તે જણાવી, નૈયાયિકોના મતને કર્તાએ અનુસરી વૈયાકરણોના મતનું ખંડન કર્યું છે. ]િ છન્દશાસ્ત્ર
છન્દચૂડામણિની ટીકા – યશોવિજયજીગણિએ છન્દ શાસ્ત્રને લગતી કોઈ મૌલિક કૃતિ રચ્યાનું જણાતું નથી. એમણે કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ છન્દોનુશાસન રચી એને જે છન્દચૂડામણિ નામની વૃત્તિથી વિભૂષિત કર્યું છે તેના ઉપર ટીકા રચી છે. એમ જૈન ગ્રન્થાવલી મૃ. ૧૦૭) જોતાં જણાય છે. આના સમર્થનરૂપ કોઈ ઉલ્લેખ યશોવિજયજીગણિની કોઈ કતિમાં કે જે. ઝં. જેવા સાધનને બાદ કરતાં અન્ય કોઈ પ્રાચીન અને વિશ્વસનીય કૃતિમાં છે ખરો ? ગમે તેમ પણ છન્દલૂડામણિની ટીકા રચાઈ હોય તો તે અદ્યાપિ મળી આવી નથી. [] કાવ્યશાસ્ત્ર
યશોવિજયજીગણિને સરસ્વતી દેવીએ વરદાન આપ્યું હતું એ વાત એ ગણિએ જાતે કહી છે. એટલે તેમજ એમણે પોતાનો કવિ' તરીકે નિર્દેશ કર્યો છે એ ઉપરથી એઓ કવિ બન્યા હશે એવું અનુમાન કરવા કરતાં એ હકીકત એમની સંસ્કૃત, પાઈય, ગુજરાતી અને હિન્દી કૃતિઓમાંથી કોઈ પણ ભાષાની કૃતિ કહી આપે છે કે તેઓ સમર્થ કવિ છે, એવું પ્રત્યક્ષ પ્રમાણ આપણને મળી રહે છે. કવિ અલંકાર શાસ્ત્રના જાણકાર હોવા જોઈએ અને હોય એ સ્વાભાવિક છે. પરંતુ દરેક કવિ કંઈ અલંકાર શાસ્ત્ર-કાવ્ય શાસ્ત્રને અંગે કોઈ કૃતિ રચે જ એવો નિયમ નથી, કેમકે કાવ્ય રચવું અને કાવ્યશાસ્ત્ર રચવું એ બે કાર્ય એક જ પ્રકારની પ્રતિભા માટે શક્ય નથી. આવી પરિસ્થિતિમાં યશોવિજયજીગણિએ કવિ તરીકેની તેમની અલંકારશાસ્ત્રી તરીકેની એમ ઉભય પ્રકારની જે કીર્તિ સંપાદિત કરી છે તે આનંદ તેમજ આશ્ચર્યનો વિષય છે. કેમકે એમની પૂર્વે ઘણી થોડી વ્યક્તિઓએ આવું દ્વિવિધ કાર્ય કર્યું છે. યશોવિજયજીગણિએ અલંકારશાસ્ત્રની કોઈ સ્વતંત્ર કૃતિ રચ્યાનું જાણવામાં નથી. બાકી એમણે અન્યકર્તક અલંકારશાસ્ત્રની ટીકાઓ રચી છે અને તેમાંની એક તો અલ્પાંશે પણ હજી મળી આવી નથી. આવી ટીકાઓ કઈ કઈ છે તે હવે આપણે વિચારીશું. ૧-૨. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૪૪-૧૪૮). ૩. આ રીતનો એમનો પરિચય મેં “કાવ્યશાસ્ત્રી યશોવિજયગણિ” નામના મારા લેખમાં આપ્યો છે. આ લેખ “જૈ. સ. પ્ર.” (પૃ. ૨૨, એ. ૩-૪)માં એક જ હપ્ત છપાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org