________________
ભક્તિસાહિત્ય
‘પુંડરીક’ગિરિ ઉપરના ઋષભદેવનું ગુણોત્કીર્તન કરાયું છે. તેમ કરતી વેળા એમની વાણી, યોગ, ઉદારતા, પ્રભા, ચાલ ઇત્યાદિની પ્રશંસા કરાઈ છે. પહેલાં પાંચ પદ્યો મળીને ‘કુલક' બને છે. એ પાંચે પદ્યોના પ્રથમ ચરણમાં ૧૬ માત્રા, બીજામાં ૧૨, ત્રીજામાં ૧૬ અને ચોથામાં ૧૨ માત્રા છે. દ્વિતીય અને ચતુર્થ ચ૨ણમાં ‘રે’ ઉમેરતાં ચૌદ ચૌદ માત્રા થાય છે. છઠ્ઠું પદ્ય વસન્તતિલકા’માં છે.
૩૪
યમક – પહેલાં પાંચ પદ્યો અંતકડીનું સ્મરણ કરાવનારા ‘શૃંખલા – યમકથી વિભૂષિત છે. આ શબ્દાલંકારથી અલંકૃત એવી સૌથી પ્રથમ ઉપલબ્ધ કોઈ જૈન કૃતિ હોય તો તે સૂયગડ (સુર્ય. ૧)નું પંદરમું નમવૅ' અજઝયણ (અધ્યયન) છે. સમરાઇચ્ચચરિય (ભવ ૬, પૃ. ૨૦-૨૧ અને ૪૩, મોદીની આવૃત્તિ) અને બપ્પભટ્ટસૂકૃિત ચતુર્વિશતિકા (શ્લોક ૪૫-૪૮) પણ આ યમકનાં ઉદાહરણ પૂરાં પાડે છે. અંતિમ પદ્યમાં યશોવિજયવાચકપુંગવ' એવો ઉલ્લેખ છે એટલે આ કૃતિ ‘વાચક' પદ મળ્યું ત્યાર પછીની છે.
રચના સમય
-
સન્મુલન – મહોપાધ્યાય વિનયવિજયગણિએ સંસ્કૃતમાં છ પદ્યનું વૃષભસ્તવન રચ્યું છે. તેનાં પહેલાં પાંચ પદો તો ઉપર્યુક્ત આદિજિન-સ્તવનનાં પાંચ પોની જેમ શાર્દૂલવિક્રીડિત'માં છે. પહેલાં પાંચ પર્વો મળી અહીં પણ ‘કુલક’ બને છે. આ સમાનતા ઉપરાંત આ સ્તવન પણ શૃંખલા-યમકથી અલંકૃત છે.
અનુવાદ – મેં ઉપર્યુક્ત યશોવિજયકૃત સ્તવનનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને એ છપાયો છે.
(ગોડી) પાર્શ્વસ્તવન – આ ૧૦૮ પદ્યનું સ્તોત્ર છે, પરંતુ એનાં પહેલાં છ પો, ૫૮માંથી ૬૨મા પદ્ય સુધીનાં પાંચ પો તેમજ ૬૮માથી ૯૩મા સુધીનાં
ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૪૨૭-૪૨૮)માં ‘શ્રી શત્રુંજ્યમંડન શ્રી ઋષભદેવ સ્તવનમ્’ના નામથી છપાવાયું છે.
૧. જુઓ વાત્સ્યાયનકૃત કામસૂત્રનો વિદ્યાસમુદ્દેશ.
૨. સુયગડની નિત્તિનું નિમ્નલિખિત પદ્ય આનો અને એક રીતે શૃંખલા-યમકનો પાઇય પર્યાય પૂરો પાડે છે :
‘‘અં પઢમમ્મઽન્તિમ!, વિફ્યુમ્સ ૩ તું હવેખ્ખ વિમ્મિ |
પાયાવિષ્ન, તો બન્નો વિ પન્નો’ || ૧૩૩ ॥
૩. આ કૃતિ મારા ગુજરાતી અનુવાદપૂર્વક ચતુર્વિશતિકા (પૃ. ૮૩-૮૪)માં છપાઈ છે. ૪. જુઓ પેજ ૪૨નું પ્રથમ ટિપ્પણ,
૫. આ સ્તોત્ર જૈન સ્તોત્ર-સન્દોહ ભા. ૧, પૃ. (૩૯૩-૪૦૬)માં ઈ. સ. ૧૯૩૨માં છપાયું છે. એમાં એનું નામ “શ્રી ગોડીનિનવાર્ધક્ત્તવન” રખાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org