________________
યશોદોહન : ખંડ-૨
અવસૂરિકા૨ને મળ્યું નથી.
વિવરણને આધારે બે અવસૂરિ રચાઈ છે. એક અજ્ઞાતકર્તૃક છે અને તેની એક હાથપોથી પ્રવર્તક કીર્તિવિજયજીના છાણીના ભંડારમાં છે. બીજી અવંચૂરિ આગમોદ્ધારકે રચી છે.
આંતરોલી' મંડન વાસુપૂજ્યસ્વામીની થોય સ્તુતિ) – આ છ છ પંક્તિનાં ચાર પદ્યોમાં ગુજરાતીમાં રચાયલી કૃતિ છે. પ્રથમ પદ્યમાં આંતરોલી’ નગરના વાસુપૂજ્યસ્વામીની – એમની પ્રતિમાની, દ્વિતીય પદ્યમાં સર્વ તીર્થંકરોની, તૃતીયમાં જૈન આગમની અને ચતુર્થમાં સરસ્વતીદેવીની સ્તુતિ કરાઈ છે.' એ ચારે પદ્યોમાં તૃતીય પદ્ય કાવ્યદૃષ્ટિએ વિશેષ મહત્ત્વનું છે, કેમકે એમાં જૈન આગમનો સમુદ્ર અર્થાત્ રત્નાકર તરીકે ઉલ્લેખ કરી કર્તાએ જીવદયાને લહરી, યુક્તિઓને (?) જલપૂર, ત્રિપદીને ગંગા, અંગ અને ઉપાંગ (ઉવંગ)ને ગંગાના તરંગ, સેવાને વિભંગતા અને આલાપકને મનોહર મુકતાળ (મોતી) કહેલ છે.
૩૩
દેશી – આ કૃતિની દેશી તરીકે શ્રી શત્રુંજય તીરથ સાર''નો ઉલ્લેખ જોવાય છે. આને લઈને આ કૃતિની પ્રત્યેક પંક્તિના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના બબ્બે અંતિમ અક્ષરો પ્રાસથી યુક્ત જોવાય છે.
નામનિર્દેશ – કર્તાએ આ કૃતિમાં વિજયસિંહસૂરિ અને વિજયદેવસૂરિના નામોનો ઉલ્લેખ કર્યો છે. અહીં “વિજયસિંહસૂરિ ચિત્ત આણી’” કહ્યું છે એટલે આ વિ. સં. ૧૭૦૯ પછી રચાઈ હશે એમ લાગે છે. વિજયદેવસૂરિએ આ વખાણી છે એવો અહીં ઉલ્લેખ છે.
સંસ્કૃત સ્તવનો અને સ્તોત્રો
પઆદિજિન સ્તવન
આ સ્તવન સંસ્કૃતમાં છ પદ્યમાં રચાયું છે. એ દ્વારા ૧. આ અવસૂરિ મૂળ કૃતિ તેમજ હિંસાષ્ટક (સાવસૂરિ) અને સર્વજ્ઞસિદ્ધિ સહિત “ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા' તરફથી વિ. સં. ૧૯૮૦માં પ્રસિદ્ધ કરાઈ છે.
૨. આ કૃતિ ગૂ, સા. સં. (વિ-૧, પૃ. ૧૩૧-૧૩૨)માં છપાઈ છે એમાં પ્રથમ પદ્ય આઠ પંક્તિમાં રજૂ કરાયું છે.
૩. આ કપડવંજથી ચારેક માઇલ દૂર છે.
-
Jain Education International
૪. સ્તુતિતરંગિણી (ભા. ૧)માં આ જાતની અનેક ગુજરાતી કૃતિઓ-થીયો અપાઈ છે. એમાં આ કૃતિ (પૃ. ૩૧-૩૨માં) છે.
૫. આ સ્તવન મારા ગુજરાતી અનુવાદસહિત ચતુર્વિંશતિકા (પૃ. ૮૨-૮૩)માં આ. સમિતિ તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાયું છે. વળી આ સ્તવન પુંડરીક ગિરિરાજ સ્તોત્રના નામથી ‘શ્રી યશોવિજય વાચક ગ્રંથ સંગ્રહ' (પત્ર ૪૯ અ)માં છપાયું છે. વિશેષમાં આ સ્તવન
For Private & Personal Use Only
www.jainelibrary.org