________________
યશોદોહનઃ ખંડ-૨
૩૧ મક – અલંકારના શબ્દાલંકાર અને અર્થાલંકાર એમ બે વર્ગ સંસ્કૃત – કાવ્યશાસ્ત્રોમાં પડાયા છે. તેમાં શબ્દાલંકારના અનુપ્રાસ, યમક, ચિત્ર, શ્લેષ, વક્રોક્તિ અને પુનરુક્તિભાસ એમ છ ઉપપ્રકારો ગણાવાયા છે. આ યમકના પ્રકારો કાવ્યાદર્શમાં દર્શાવાયા છે. ઐન્દ્રસ્તુતિમાં દ્વિતીય અને ચતુર્થ ચરણની સમાનતાવાળાં પદ્યો ૧-૧૬, ૨૧-૪૮, પ૭-૮૮ અને ૯૨-૯૬ એમ ૮૦ પદ્ય છે. પદ્ય પ૩-૫૬માં પ્રથમ અને ચતુર્થ ચરણની સમાનતા છે. પા ૪૯-૫રમાં તો પ્રથમ અને તૃતીય તેમજ દ્વિતીય અને ચતુર્થ ચરણની સમાનતા છે. અર્થાત્ પૂર્વ અને ઉત્તરાર્ધ સમાન
"પદ્ય ૧૭-૨૦નાં ચારે ચરણો બબ્બે, ત્રણ ત્રણ કે ચચ્ચાર અક્ષરોની પુનરાવૃત્તિરૂ૫ યમકથી અલંકૃત છે. એવી હકીકત પદ્ય ૮૯-૯૨માં પણ જોવાય
સન્તુલન – ઐન્દ્રસ્તુતિ એ વિષય, છંદ અને યમકની બાબતમાં મોટે ભાગે શોભન મુનિકૃત સ્તુતિચતુર્વિશતિકાને અનુસરે છે. એ એના અનુકરણરૂપે રચાયેલી મહામૂલ્યશાળી કૃતિ છે. ચોવીસ ઝૂમખાવાળી આ કૃતિના ચોથા ચોથા પદ્યમાં જેની જેની સ્તુતિ કરાઈ છે તેમાં અને ઉપર્યુક્ત સ્તુતિચતુર્વિશતિકા યાને શોભનસ્તુતિમાં ફક્ત ત્રણ બાબતમાં ફેર છે: (૧) શોભનસ્તુતિના ૪૮મા પદ્યમાં શાન્તિદેવીની સ્તુતિ છે, તો ઐન્દ્રસ્તુતિમાં વાગ્દવીની છે. (૨-૩) એવી રીતે ૬૪મા પદ્યમાં બ્રહ્મશાન્તિ પક્ષને બદલે શાન્તિનાથની શાસનસ્વામિનીની અને ૭૬મા પદ્યમાં કપર્દિયક્ષને બદલે વાગ્દવીની સ્તુતિ ઐન્દ્રસ્તુતિમાં છે.
છંદને અંગે તો વિષય જેટલું પણ વૈષમ્ય નથી, કેમકે શોભનસ્તુતિમાં ૩૪મું અને ૩૬મું પદ્ય ઇન્દ્રવજામાં છે તો અહીં ઐન્દ્રસ્તુતિમાં એ ઉપજાતિમાં છે. આ સિવાય બન્નેમાં સર્વથા સામ્ય છે.
યમકની બાબતમાં ઐન્દ્રસ્તુતિ અને શોભનસ્તુતિ સવશે મળતી આવે છે.
ઐન્દ્રસ્તુતિ જે શોભનસ્તુતિ ઉપરથી યોજાઈ છે તે, બપભદિસૂરિજીકૃત પાદાન્ત – યમકથી વિભૂષિત ચતુર્વિશતિકા ઉપરથી પ્રેરણા મળતાં રચાઈ હશે. ગમેતેમ આ પ્રકારની ૯૬ પદ્યોની આદ્ય સ્તુતિ તે ઉપલબ્ધ જૈન સાહિત્યની અપેક્ષાએ
છે. આ લેખ “આ. પ્ર.” પુ. ૫૪ એ. ૮)માં છપાયો છે. આ લેખમાં મેં ઐન્દ્રસ્તુતિના
૭૭માથી ૮૦મા સુધીનાં પદ્યો મારા ગુજરાતી અનુવાદ સહિત આપ્યાં છે. ૧. “નમ નમ સમરસ ઉમર સુર્તિ સુમતિ સવારમુવરમુદ્દા” આ ૧૭મા પદ્યનો પૂર્વાર્ધ છે. ૨. “સીધે સીધે રસે વે વિવરથા હરિને વરિફ્લેરવી” આ ૮૯મા પદ્યનું પ્રથમ ચરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org