________________
યશોદોહનઃ ખંડ-૨
૨૯ સિદ્ધનું સુખ કેટલું છે એ બાબત ભીલ્લનું ઉદાહરણ વિસ્તારથી અપાયું છે. ત્યારબાદ સિદ્ધનાં ૧૦૮ નામો ગણાવાયાં છે.
આચાર્યના ગુણો વર્ણવતાં એમને સૂત્રમાં જિનરાજ (તીર્થકર) સરખા કહ્યા છે એ વાતનો ઉલ્લેખ કરાયો છે. ત્યારબાદ પ્રતિરૂપ વગેરે ચૌદ, ક્ષત્તિ વગેરે ૧૦ પ્રકાર અને ભાવનાના ૧૨ ગુણ એમ બાંધે ભારે ઉલ્લેખ કરી આચાર્યના ૩૬ ગુણોનો નિર્દેશ કરાયો છે. આચાર્યના ૨૬ નામ ગણાવી આ અધિકાર પૂર્ણ કરાયો છે.
૧૧ અંગ અને ૧૨ ઉપાગનો બાંધે ભારે ઉલ્લેખ કરી ઉપાધ્યાયના ૨૫ ગુણોનું સૂચન કરાયું છે. અહીં કહ્યું છે કે ભગવતીની વૃત્તિ પ્રમાણે નિશ્ચયથી આચાર્ય અને ઉપાધ્યાય એકજ ધર્મી છે, પરંતુ વ્યવહારથી બે ભિન્ન છે. ઉપાધ્યાયના ૨૭ નામ ગણાવી એમના ગુણગાનનું કાર્ય પૂરું કરાયું છે. તે પૂર્વે એ બાબતનો ઉલ્લેખ કરાયો છે કે સિદ્ધસેન દિવાકર)ના મતે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ નિશ્ચયથી ગુણ પૂરતા ભિન્ન નથી. સાધુને અંગે એમનાં ૯૦ નામ ગણાવાયાં છે.
સ્તુતિ અને થોય ઐન્દ્રસ્તુતિ – આ ૯૯ કે પછી ૯૮ કે ૯૬ પદ્યની સંસ્કૃત રચના છે. એની પ્રશસ્તિનાં ત્રણ કે બે) પદ્યો બાદ કરતાં ૨૪ વિભાગ પાડી ચાર ચાર પદ્યનો એકેક ઝૂમખો ગણતાં એમાં એવા ૨૪ ઝૂમખા છે. પ્રત્યેક ઝૂમખાનું આદ્ય પદ્ય
૧. સરખાવો સિદ્ધ-જિનના સહસનામવર્ણન છંદ. ૨. આ કૃતિ સ્તુતિચતુર્વિશતિકાની મારી ઈ.સ. ૧૯૩૦ની આવૃત્તિમાં પ્રથમ પરિશિષ્ટ તરીકે
છંદોના હૈમ છન્દોડનુશાસન અનુસારનાં લક્ષણ સહિત છપાઈ છે. ત્યારબાદ અજ્ઞાતકર્તક અવચૂરિને સ્થાન અપાયું છે. આ મૂળ કૃતિ ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકાના નામથી સ્વોપજ્ઞ વિવરણ સહિત “જૈન આત્માનંદ સભા" તરફથી વિ. . ૧૯૮૪માં પ્રસિદ્ધ કરાઈ છે. એ આવૃત્તિમાં મૂળ કૃતિની પ્રશસ્તિરૂપે પહેલાં બે જ પદ્યો છે; ત્રીજું પદ્ય તો સ્વપજ્ઞ વિવરણની પ્રશસ્તિના અન્તિમ પદ્યરૂપ છે. વિશેષમાં અંતમાં પરમજ્યોતિ પંચવિંશતિકા, પરમાત્મપંચવિંશતિકા, વિજયપ્રભસૂરિસ્વાધ્યાય અને શત્રુંજયમંડન શ્રી ઋષભદેવસ્તવન એ યશોવિજયજીગણિત ચાર કૃતિઓને સ્થાન અપાયું છે. વિશેષમાં કેવળ મૂળ કૃતિ (શ્લો. ૧-૯૬) સ્તુતિતરંગિણી પૃ. ૩૫૪-૩૭૨)માં “શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાળામાં ૩૬મા ગ્રન્થક તરીકે ઈ. સ. ૧૯૫૪માં પ્રકાશિત કરાઈ છે. મૂળ કૃતિ
મુનિશ્રી હેમચન્દ્રવિજયજીના ગુ. અનુવાદ સહિત કટકે કટકે “જે. ધ. પ્ર.”માં છપાઈ છે. ૩. આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિની એક હાથપોથી અહીંના (સુરતના) જૈનાનંદ
પુસ્તકાલયમાં હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૬૨)માં છે. પરંતુ એ ખોટો છે.
કેમકે આ તો સ્વોપન્ન વૃત્તિ સહિતની પ્રસ્તુત ઐન્દ્રસ્તુતિ જ છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org