________________
ઉપખંડ ૨
લલિત સાહિત્ય
પ્રકરણ ૧ ભક્તિસાહિત્ય
સ્તુતિ, સ્તોત્રો, સ્તવનો, પદો અને ગીતો) પંચમપરમેષ્ઠિ– ગીતા પૂ. વિ. સં. ૧૭૧૮) – યશોવિજયજીગણિએ આ નામ આ કૃતિના અંતમાં આપ્યું છે. એટલે મેં આ નામથી આ કૃતિનો નિર્દેશ કર્યો છે. પ્રારંભમાં “પંચ પરમેષ્ટિ (ષ્ઠિ) ગુણ ગુણણ કીજે" એવો ઉલ્લેખ છે અને અંતમાં પંચ પરમેષ્ટિ (ષ્ઠિ) ગુણ ગણ પ્રતીતા" એવો ઉલ્લેખ છે. એ જોતાં પંચપરમેષ્ઠિગીતા એવું કૃતિનું નામ રખાય તો તે ખોટું નથી.
પરિમાણ – આ ગુજરાતી કૃતિમાં ઓછીવત્તી પંક્તિવાળાં ૧૩૧ પદ્યો છે. પ્રથમ પદ્ય બે પંક્તિવાળા દુહામાં છે અને ત્યાર બાદ ચાર પંક્તિ “ચાલિ'માં છે. એના પછી ઉપર પ્રમાણે દુહા' અને ત્યાર પછી ઉપર પ્રમાણેની “ચાલિ' યોજાઈ છે. આમ અહીં ૬૬ દુહા છે અને ૬૫ “ચાલિ' છે. દુહાની રચના પ્રચલિત દુહાથી ભિન્ન છે.
વિષય – આ કૃતિનું નામ જ કહી આપે છે તેમ આ કૃતિમાં નિમ્ન લિખિત પાંચ પરમેષ્ઠિઓના ગુણોનું વર્ણન છે:
(૧) અરિહંત (તીર્થકર) (શ્લો. ૧-૩૪), (૨) સિદ્ધ (શ્લો. ૩૫-૭૦), (૩) આચાર્ય (સ્લો. ૭૧-૮૪), () ઉપાધ્યાય (શ્લો. ૮૫-૯૮) અને (૫) સાધુ (શ્લો. ૯૯-૧૧૯). આના પછી મહાનિશીથમાં નવકાર મંત્રને શ્રેષ્ઠ કહ્યો છે એવા ઉલ્લેખ પૂર્વક એનો મહિમા વર્ણવાયો છે, અને અરિહંતના અવન, જન્મ, બાલ્ય-અવસ્થા, તારુણ્ય, દીક્ષા અને સર્વજ્ઞતાના નિરૂપણ બાદ એના ૪ મૂલાતિશય, ૩૪ અતિશયો, વાણીના ૩૫ ગુણો, ૮ પ્રાતિહાર્ય, મહામાહણ વગેરે પાંચ બિરુદો અને તીર્થંકરનાં ૬૯ નામો ગણાવાયાં છે. અંતમાં અરિહંતને નમસ્કાર કરવાનું ફળ દર્શાવાયું છે.
સિદ્ધના અધિકારનો પ્રારંભ એમના આઠ ગુણોના ઉલ્લેખપૂર્વક કરાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org