________________
ર૬
સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય વિશેષમાં સિદ્ધાન્ત મંજરીના શબ્દખંડ ઉપર યશોવિજયજીગણિએ ટીકા રચી છે. એની ચોવીસ પત્રની એક હાથપોથી (પત્ર આ)માં પોતે રચેલ અલંકાર ચૂડામણિ વિવરણ જોવાની ભલામણ કરાઈ છે.
આ ઉપરથી જાણી શકાય છે કે યશોવિજયજીગણિએ અલંકાર ચૂડામણિ ઉપર ટીકા રચી હતી. એ ટીકાની એકે હાથપોથી હજી સુધી તો મળી આવી નથી.
ઉપર્યુક્ત અલંકાર ચૂડામણિ એ “કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજીએ પોતાના કાવ્યાનુશાસન નામના અલંકારશાસ્ત્ર – કાવ્યશાસ્ત્ર ઉપર રચેલી વૃત્તિનું નામ છે.
કાવ્યકલ્પલતાની વૃત્તિ પદ્માનંદ મહાકાવ્ય વગેરે રચનારા અમરચન્દ્રસૂરિએ કાવ્યકલ્પલતા રચી છે. એના ઉપર યશોવિજયજીએ ૩૨૫૦ શ્લોક જેવડી વૃત્તિ રચ્યાનો અને એની એક હાથપોથી અમદાવાદના વિમલગચ્છના ઉપાશ્રયના ભંડારની પાંચમા દાબડાની બીજી પોથી તરીકે હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૮૯)માં કરાયો છે. શું આ યશોવિજયજી તે આપણા ચરિત્રનાયક છે? [, નીતિશાસ્ત્ર
કર્ધપ્રકારની ટીકા – “કપૂર પ્રકરથી શરૂ થતી અને એથી કપૂરપ્રકર તરીકે ઓળખાવાતી તેમજ સૂક્તાવલી અને સુભાષિતકોશ એ નામાંતરવાળી કૃતિ વજસેનજીના શિષ્ય હરિ (હરિષણ)ની વિ. સં. ૧૫૫૦ જેટલી તો પ્રાચીન રચના છે. એ સુભાષિતોની કૃતિ ઉપર યશોવિજયજીની ટીકા છે. એની એક હાથપોથી અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડાર (દાબડો ૧૦૩, પોથી ૫, ૬)માં છે અને બીજી એ જ ઉપાશ્રયના પહેલા માળના ભંડાર (દાબડો ર૩, પોથી ૫૮)માં છે. શું આ હાથપોથીગત ટીકાના કર્તા પ્રસ્તુત યશોવિજયજીગણિ છે? [ઉ] નિમિત્તશાસ્ત્ર
ફ્લાફલવિષયક પ્રશ્નપત્ર' (લ. વિ. સં. ૧૭૩૦) – આ કૃતિમાં ચાર ચક્ર છે અને એ દરેકમાં સાત સાત કોઠા છે. વચલા કોઠામાં “ૐ શ્રીં કર્ણનમ:” એવું લખાણ છે. આસપાસના છ કોઠા ગણતાં એકંદરે ૨૪ કોઠા થાય છે. અને તે અનુક્રમે ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકરોનાં નામથી અંકિત છે. આસપાસના ૨૪ કોઠા નિમ્નલિખિત ૨૪ પ્રશ્નો -- ૨૪ બાબતની પૃચ્છા રજૂ કરે છે :
૧. આ કૃતિ ઉપાધ્યાયજીરચિત હોય તેમ સંભવતું નથી. એનો વિશેષ નિર્ણય કરવો જોઈએ.
સંપા. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org