________________
ભક્તિસાહિત્ય
ચતુર્વિંશતિકા છે. આથી ઐન્દ્રસ્તુતિની પૂર્વે બે સ્તુતિચતુર્વિંશતિકા તો રચાઈ જ છે એમ ફલિત થાય છે. આવી બીજી કૃતિઓ નીચે મુજબ છે :
૩૨
૧. ‘વિશ સુવર્ણાવર્ત્ત'થી શરૂ થતી અને હેમવિજયજીગણિએ રચેલી સ્તુતિચતુર્વિશતિકા
૨. ‘જ્ઞાનવર્માથી શરૂ થતી અને મેરુવિજયજીએ રચેલી સ્તુતિચતુર્વિંશતિકા આ બન્ને કૃતિઓ યમકથી અલંકૃત છે. જ્યારે આ અલંકારથી અનલંકૃત ૧૦૦ પદ્યોની સ્તુતિચતુર્વિશતિકા આધુનિક સમયમાં શ્રી વિજયલબ્ધિસૂરિજીએ રચી છે.
મોટે ભાગે ૯૭થી ૯૯ પોની કેટલીક રસ્તુતિઓ છે. તેમાંનાં પહેલાં ૨૪ પો તો ૨૪ જિનેશ્વરો પૈકી એકેકની સ્તુતિરૂપ છે, જ્યારે ત્યાર પછીનાં ત્રણ પો સમસ્ત જિનેશ્વરોની, આગમની અને શાસનભક્ત દેવી કે દેવની સ્તુતિરૂપ છે.
સ્વોપજ્ઞ વિવરણ – ઐન્દ્રસ્તુતિ ઉપર કર્તાએ જાતે વિવરણ રચ્યું છે. એના પ્રારંભિક પદ્યમાં આ મૂળ કૃતિનું નામ અર્હત્તુતિ અને વિવરણની પ્રશસ્તિના આદ્ય પદ્યમાં જિનસ્તુતિ સુચવાયેલ છે. એ વિવરણ સંક્ષિપ્ત છે પરંતુ અર્થ સમજવા માટે પૂરતું છે. એના અંતમાં તેર પોની પ્રશસ્તિ છે. આ વિવરણમાં અનેક ગંભીર બાબતોને સ્થાન અપાયું છે અને એ રીતે વિષયની સમાનતા હોવા છતાં નવીનતા નજરે પડે છે. આ બાબતો ઝટ જણાઈ આવે તે માટે એ સ્થૂલ અક્ષરમાં છપાવાઈ છે. વિવરણમાં વિવિધ અવતરણો છે.
અવસૂરિ – આ અજ્ઞાતકર્તૃક છે અને એ મેં સંપાદિત કરી છે. એના અંતમાં પૃ. ૩૨માં નીચે મુજબનું પદ્ય છે :
''अभिप्रायानभिज्ञत्वात् कर्तुष्टोकामृते मया । किञ्चिद्यत्रोक्तमुत्सूत्रं तन्मे मिथ्याऽस्तु दुष्कृतम् ॥'
એ ઉપરથી જાણી શકાય છે કે સ્વોપજ્ઞ વિવરણ જેવું કોઈ સાધન એ ૧. આ સ્તુતિતરંગિણી (ભાગ ૧, પૃ. ૩૧૪-૩૩૪)માં છપાયેલી છે.
૨. આવી ૧૯ કૃતિઓ સ્તુ. ત. (ભાગ ૧, પૃ. ૩૮૯-૪૬૫)માં અપાયેલી છે. ૩. આ છપાયેલી છે. આમાં મૂળ કૃતિનાં ૯૯ પદ્યો છે. છેલ્લાં ત્રણ પદ્યો સ્વોપજ્ઞ વિવરણની પ્રશસ્તિનાં છે એમ માની સ્તુ. ત.માં એને સ્થાન અપાયું નથી.
૪. કાપડિયાનો આ ઉલ્લેખ ભ્રાન્ત છે. અવસૂરિને અંતે પદ્ય છે જ નહિ, અહીં જે શ્લોક આપ્યો છે તે તો વિસાગર રચિત વીરસ્તુતિની મુનિ શ્રી ચતુરવિજ્યજીએ કરેલી અવસૂરિના અન્તનો છે. - સંપા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org