________________
यशोदोहन : खंड २
યશકવન
ઉપખંડ ૧
સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય
ગ્રન્થરાશિ – યશોવિજયજીગણિએ ઓછામાં ઓછા સો ગ્રંથ રચ્યા છે, એમ તર્કભાષાની પ્રશસ્તિ (શ્લો. ૪)માં પોતાને માટે “કૃત શતપ્રન્થસ્ય” એવું જે વિશેષણ વાપર્યું છે તે ઉપરથી જાણી શકાય છે. વિશેષમાં દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિકામાંની “સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા'' નામની બત્રીસમી દ્વાત્રિંશિકાનું ૧૮મું પદ્ય પણ આ વાતનું સમર્થન કરે છે. એમણે ન્યાયના ગ્રન્થો બે લાખ શ્લોક જેવડા પરિમાણવાળા રચ્યા હતા. એ હકીકત, એમણે હરરાજ શ્રાવક ઉપર લખેલા એમના કાગળ ઉપરથી જાણી શકાય છે, કેમકે અહીં એમણે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે ઃ
ન્યાયગ્રન્થ બે લક્ષ કીધો. છઈં
‘રહસ્ય’ પદથી અંકિત ૧૦૮ ગ્રન્થો – ભાસારહસ્ય (ગા. ૧)ના સ્વોપજ્ઞ વિવરણ (પત્ર ૧ આ)માં એમણે જે નિમ્નલિખિત ઉલ્લેખ કર્યો છે એ ઉપરથી એમની ઇચ્છા ‘રહસ્ય’ પદથી અંકિત ૧૦૮ ગ્રન્થો રચવાની હતી અને એવા ત્રણ ગ્રન્થ નામે નયરહસ્ય, પ્રમારહસ્ય અને સ્યાદ્વાદરહસ્ય રચ્યા બાદ એમણે ભાસારહસ્યનું સ્વોપજ્ઞ વિવરણ રચ્યું હતું એમ ફલિત થાય છે ઃ
" ततो भाषाविशुद्ध्यर्थं रहस्यपदाङ्किततया चिकीर्षिताऽष्टोत्तरशतग्रन्थान्तर्गतप्रमारहस्य -नयरहस्य- स्याद्वादरहस्यादिसजातीयं प्रकरणमिदमारभ्यते"
એમણે ઉવએસ૨હસ્ય (ઉપદેશરહસ્ય) રચ્યો છે. અને એ પ્રકાશિત છે. આમ જે વિવિધ ગ્રંથો યશોવિજયજીગણિએ રચ્યા છે, તેમાંના કેટલાક
૧. “ચાયતન્ત્રશતપત્રમાનવે” એવો અહીં ઉલ્લેખ છે.
લેખકનું આ કથન બરાબર નથી. ન્યાયતન્ત્રશતપત્રમાનવે” આનો અર્થ તો ન્યાયશાસ્ત્રરૂપી કમળને વિકસાવવામાં સૂર્યસરખા' આવો થાય છે. સંપા.
Jain Education International
૨. ગૂ. સા. સેં. (ભા. ૨, પૃ. ૧૧૪)
૩. આ નામની ત્રણ કૃતિ છે. એ ત્રણે અહીં અભિપ્રેત છે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org