________________
યશોદોહનઃ ખંડ-૧ દેસાઈએ એમના એક લેખમાં કહ્યું છે. સાથે સાથે એની અક્ષરશ નકલ એમણે એ લેખમાં આપ્યાનું પણ કહ્યું છે. આ માફીપત્ર લખી આપનાર તરીકે પં. નયવિજયજી ગણિ શિષ્ય જસવિજયજી છે, એવો અહીં ઉલ્લેખ છે. વિશેષમાં આ દ્વારા એમણે વિજયપ્રભસૂરિજીની આ પૂર્વે જે અવજ્ઞા કરી હોય તેની માફી માગી છે. અને
ભવિષ્યમાં એમના વિરોધી સાથે નહિ મળવાનું વચન આપ્યું છે. તેમજ મણિચન્દ્ર વગેરેના કથનથી એ સૂરિ ઉપર તેમજ ગચ્છવાસી યતિ ઉપર જે અવિશ્વાસ ઉદ્દભવ્યો હતો, તે દૂર કરવા અને પ્રીતિ વધારવા પ્રયાસ કરવાની બાંહેધરી આપી છે. વળી આ કાર્ય ન કરાય તો “શત્રુંજય તીર્થ લોપ્યાનું પાપ, જિન-શાસન ઉથાપ્યાનું પાપ અને ચૌદ રાજલોકમાં વર્તતાં પાપ પોતાને માથે. એવી એ ગણિએ ઉદ્દઘોષણા કરી
આ માફીપત્ર સાચું હોવા વિષે મને શંકા છે. કેમકે આ માફીપત્રને અંગે મેં જે બાર પ્રશ્નો “વિક્રમ સંવત ૧૭૧૭નું માફીપત્ર” નામના મારા લેખમાં પૂક્યા હતા, તે પૈકી એકેયનો જવાબ અત્યાર સુધી તો મને મળ્યો નથી. મને તો એમ ભાસે છે કે યશોવિજયજી ગણિની વિદ્વત્તાદિથી અસંતુષ્ટ રહેનારે માફીપત્ર જેવું તર્કટ ઊભું કર્યું હશે. એથી સૂર્યની સામે ધૂળ ઉડાડનારના જેવી એ દુર્ભાગીની દશા થઈ હોય તો ના નહિ.
ઉપહાર – ન્યાયાચાર્ય પોતાની કૃતિની હાથપોથીઓ વિદ્વાનોને ભેટ આપતા હશે. એમ “ગુરુતત્ત્વવિનિશ્ચય"ને અંગેનું સંપાદકીય નિવેદન પત્ર ૪ આ) જોતાં જણાય છે. સવૃત્તિક ગુરુતત્તવિચ્છિયની એક હાથપોથીના છેલ્લા પત્ર ઉપર પં. પુષ્પવિનય જ ! એવો ઉલ્લેખ છે. ઉપર્યુક્ત નિવેદનમાં આ અક્ષરો અને લખાણ ઉપાધ્યાયજીનાં છે એમ કહ્યું છે. વિશેષમાં આ જ હકીકત ખંભાતમાંના નગીનદાસના ભંડારમાંની જ્ઞાનબિન્દુની હાથપોથીના અંતમાંના ઉલ્લેખને પણ લાગુ પડે છે એમ કહેવાયું છે. નિવેદન પત્ર ૪ આ)માં નીચે મુજબનું નિધાન કરાયું છે :
પ્રતિઓ લખાયા પછી ગ્રંથકાર જ્યારે જ્યારે જેને તે પ્રતિ ભેટ આપવા ઇચ્છે ત્યારે તેનું નામ પ્રતિના અંતે પોતે જ લખે.
પ. પુણ્યવિજય ગ. કોણ હતા તેની ગવેષણા કરવી બાકી રહે છે. પણ જ્યારે
૧. આ લેખ તે અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય” આ નામથી શ્રી મહાવીર
જૈન વિદ્યાલયના રજત મહોત્સવગ્રંથમાં છપાયો છે. ૨. આ લેખ ઉપર્યુક્ત માફીપત્ર સહિત “આત્માનંદ પ્રકાશ” પુ. ૫૪ (અ. ૧-૩)માં એક
જ હપ્તો છપાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org