________________
યશોદોહન : ખંડ–૧
સ્થળે એમના સ્મારક તરીકે તેજોમય સ્તૂપ કરાવાયો છે. એની પાસે 'સીતતલાઈ છે અને એ સ્તૂપમાંથી એમના સ્વર્ગારોહણની તિથિએ ન્યાયનો ધ્વનિ પ્રગટે છે એમ સુ. વે. (ઢાલ ૪, કડી ૫-૬)માં કહ્યું છે.
૧૩
બે પાદુકા – અત્યારે પણ ડભોઈમાં જે સ્તૂપ નજરે પડે છે એમાં એમની પવિત્ર પાદુકા સ્થાપન કરાયેલી છે, એના ઉ૫૨ વિ. સં. ૧૭૪૫ની માગસર સુદ અગિયારસનો લેખ છે. એ લેખમાં કલ્યાણવિજય, લાભવિજય, જીતવિજય અને એના સહોદર સતીર્થ્ય નયવિજય અને યશોવિજયનો ઉલ્લેખ છે. વિશેષમાં આ પાંચેને અહીં ‘ગણિ’ કહ્યા છે. આ પાદુકા યશોવિજયજીના કોઈ શિષ્યે કોતરાવી વિ. સં. ૧૭૪૫માં અમદાવાદમાં પ્રતિષ્ઠિત કરી હતી. તે ડભોઈમાં લઈ જઈ સ્થાપિત કરાઈ હોય એમ લાગે છે, યશોવિજયજીના શિષ્ય હેમવિજયજીએ તેમજ તત્ત્વવિજયજીએ મળીને પોતાના ગુરુની કરાવેલી પાદુકા શત્રુંજય' ગિરિ ઉપર સ્થાપિત કરેલી જોવાય છે. એ વિ. સં. ૧૭૪૫ના ફાગણ સુદ પાંચમ ને ગુરુવારની છે.
૧. આજે પ્રસ્તુત સ્તૂપથી લગભગ ૨૦૭ ડગલાં દૂર ‘શીત તલાઈ” નામનું તળાવ આવેલું છે. એ તળાવને ત્યાંના લોકો શીતલાઈ' તરીકે ઓળખાવે છે.
૨. એ પાદુકાની પ્રતિકૃતિ ન્યા. ય. સ્મૃમાં પ્રથમ પૃષ્ઠની સામે અપાઈ છે.
૩. આની નકલ સુજશવેલીભાસની મો. ૬. દેસાઈની પ્રસ્તાવના (પૃ. ૬૯)માં છપાવાઈ છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International