________________
પ્રકરણ ૫
પ્રકીર્ણક બાબતો.
"ચાતુમસો આજકાલ જૈન શ્રમણ-શ્રમણીઓ અષાડ-ચોમાસાના ચાર મહિના (અષાડ સુદ ચૌદસથી કાર્તિક ચૌદસ સુધી) એક જ નગરમાં કે ગામમાં ઠરીઠામ રહેતાં જોવાય છે. એ દરમ્યાન એઓ વિહાર કરતાં નથી. આવી પ્રથા યશોવિજયજીગણિના સમયમાં હશે તો એને અનુસરીને એ ગણિએ એમની દીક્ષા બાદ ચાતુર્માસો કર્યો હશે. એમણે ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે ચાતુર્માસ કર્યો. એની સળંગ સૂચી તો આપી શકાય તેમ નથી. આથી આ સંબંધમાં જે કંઈ માહિતી મને મળી છે તે હું અહીં નોંધું છું:
વિ. સં. ૧૭૨૨માં કે પછી ૧૭૨૪, ૧૭૪૨ કે ૧૭૪૪માં) સુરતમાં ચાતુર્માસ. આ દરમ્યાન યશોવિજયજીગણિએ નિમ્નલિખિત બે સઝાય રચી હતી –
(૧) અગિયાર અંગની સઝાય. (૨) પ્રતિક્રમણ-હેતુ-ગર્ભિત સઝાય.
વિ. સં. ૧૭૩૨માં ખંભાતમાં ચાતુર્માસ. આ દરમ્યાન મૌન એકાદશીનું દોઢસો કલ્યાણકનું સ્તવન રચાયું છે.
વિ. સં. ૧૭૩૩માં ઈંદલપુરમાં એટલે કે અમદાવાદના એક પરામાં ચાતુર્માસ. એ દરમ્યાન વીરસ્તુતિરૂપ હૂડીનું સ્તવન રચાયું છે.
વિ. સં. ૧૭૩૯માં ખંભાતમાં ચાતુર્માસ આ સમય દરમ્યાન જંબુસ્વામીનો રાસ રચાયો છે.
વિ. સં. ૧૭૪૩માં ડભોઈમાં ચાતુર્માસ આ દરમ્યાન કોઈ કૃતિ રચાઈ છે ખરી?
સિદ્ધપુરમાં ચાતુર્માસ. આને અંગેનું વર્ષ જાણવામાં નથી. બાકી એ ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનસાર રચાયો છે.
૧. “ચાતુર્માસ માટે ગુજરાતીમાં “ચોમાસું' શબ્દ વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org