________________
યશોદોહનઃ ખંડ-૧
૧૫
આ ઉપરથી આપણે નીચે મુજબ તારવણી કરી શકીએ – સ્થળ વિક્રમસંવત સ્થળ વિક્રમસંવત ઇંદલપુર ૧૭૩૩ સિદ્ધપુર ? ખંભાત ૧૭૩૨, ૧૭૩૯ સુરત ૧૭૨૨ (? ૧૭૪૪) ડભોઈ ૧૭૪૩
બિરુદો – યશોવિજયજીગણિએ પોતાની કેટલીક કૃતિઓમાં પોતાનાં બિરુદોનો ઉલ્લેખ કર્યો છે. તે સૌથી વિશ્વાસપાત્ર હકીકત હોવાથી એની હું પ્રારંભમાં જ નોંધ લઉં છું:
ન્યાયવિશારદ – આ બિરુદ એમને કાશીમાં પંડિતો તરફથી મળ્યું હતું. આ બિરુદ શા માટે અપાયું તે વાત એમની કોઈ ઉપલબ્ધ કૃતિમાં દર્શાવાઈ નથી.
ન્યાયાચાર્ય – યશોવિજયજીગણિએ પોતાની કેટલીક કૃતિમાં પોતાને ન્યાયાચાર્યનું પદ (બિરુદ મળ્યાનું કહ્યું છે. એ કોણે શા માટે આપ્યું તે વિષે એમણે જેસલમેરથી લખેલા પત્રમાં કહ્યું છે કે “ન્યાયાચાર્ય બિરુદ તો ભટ્ટાચાર્ય ન્યાયગ્રંથ રચના કરી દેખી પ્રસન્ન હુઈ દિઉં છઈ.” આ બિરુદ એમને કાશીમાં મળ્યું હશે.
કવિ – યશોવિજયજીગણિએ કેટલીક ગુજરાતી કૃતિઓમાં પોતાને કવિ કહ્યા છે. તે મને એમ લાગે છે કે એમને કોઈ તરફથી એ બિરુદ મળ્યું હશે. નહિ તો પોતે જાતે પોતાનો એ રીતે નિર્દેશ કરે ખરા ?
લઘુહરિભદ્ર - સમભાવભાવી હરિભદ્રસૂરિજીના લઘુ બાંધવ તરીકે યશોવિજયજીગણિનો ઉલ્લેખ સુ. વે. (ઢાલ ૪, કડી ૪)માં કરાયો છે.
કૂર્ચાલી શારદ– સુ. વે. (ઢાલ ૧, કડી ૬)માં આ ગણિને “કૂર્ચાલી શારદાનું અર્થાતુ મુછાળી સરસ્વતીનું બિરુદ હોવાનું કહ્યું છે.
તાર્કિક – યશોવિજયજીને માટે આ સંબોધન સુ. વે. (૨, ૮)માં વપરાયું છે.
ગુરુ-પરંપરા – ‘તપ(પા) ગચ્છના મંડનરૂપ વાચક યશોવિજયજીગણિ મોગલ સમ્રાટ અકબર દ્વારા સન્માનિત “જગર' હીરવિજયસૂરિજીના સંતાનીય થાય છે. એમની ચોથી પેઢીએ એઓ થયા છે. આ સૂરિવર્યને અનેક શિષ્યો હતા. આ પૈકી અહીં ઉપાધ્યાય કલ્યાણવિજયજીગણિ અને ઉપાધ્યાય કીર્તિવિજયજીગણિ પ્રસ્તુત છે. એ કલ્યાણવિજયગણિને લાભવિજયગણિ નામે શિષ્ય હતા, જ્યારે
૧. તર્કભાષા પ્રશસ્તિ શ્લો. ૪) તેમજ તત્ત્વવિવેક પ્રારંભનો શ્લો. ૨) ૨. સુ. વે. માં આ બિરુદ મળ્યાની વાત નથી એ નવાઈ જેવી વાત છે. ૩. દા. ત. ત્રીજી ચોવીસીનાં કેટલાંક સ્તવનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org