________________
યશોદોહન : ખંડ–૧
અને તર્ક અને કાવ્યને અંગે વરદાન મેળવ્યું હતું. આમ છતાં સુજશવેલીમાં આ બાબતનો ઈંસારો સરખો પણ નથી તો એ નવાઈ જેવું ન ગણાય ?
આગ્રામાં ચાર વર્ષ – ત્રણ વર્ષ કાશીમાં રહી ‘તાર્કિક’ તરીકેની નામના મેળવી યશોવિજયજી આગ્રા આવ્યા. ત્યાં એમણે કોઈ ન્યાયાચાર્ય પાસે ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યો અને એઓ કર્કશ તર્કના સિદ્ધાન્તોમાં પારંગત બન્યા.
૯
યશોવિજયજીએ ‘મલકાપુરમંડન' સુપાર્શ્વનાથ સ્તવન રચ્યું છે. એ એમણે મલકાપુરમાં રચ્યું હોય અને એ મલકાપુર' આગ્રાની નજીકમાં હોય તો કોઈક કારણસ૨ એઓ આગ્રામાં રહ્યા હતા એમ અનુમનાય.
સાતસો રૂપિયાની ભેટ – યશોવિજયજીની વિદ્વત્તાથી આકર્ષાયેલા આગ્રાના સંઘે એ મુનિરત્નને સાતસો રૂપિયા ભેટ ધર્યાં. એમણે એ રૂપિયા પુસ્તકો ખરીદવામાં અને લખાવવામાં તેમજ પાઠા બનાવરાવવામાં વપરાવ્યા. અને પછી એ પુસ્તકો અને પાઠા વિદ્યાર્થીઓને આપી દીધા.
૧. એમનું નામ જાણવામાં નથી.
૨. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “મલકાપુર તે કયું ? ભૂગોલશોને પ્રશ્ન' આ લેખ
“જૈ. સ. પ્ર.” (વ. ૨૨ અ. ૮)માં છપાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org