________________
પ્રકરણ ૩
વિશિષ્ટ અભ્યાસ
કાશી (વારાણસી) તરફ પ્રયાણ – નવવિજ્યજીગણિ યશોવિજયજીને સાથે લઈને કાશી (વારાણસી) જવા ઊપડ્યા અને ધનજી સૂરાએ હૂંડી લખી અને કાશી' મોકલી આપી.
કાશીમાં ત્રણ વર્ષનો અભ્યાસ - ગુરુ-શિષ્ય કાશી પહોંચ્યા. ત્યાં છ દર્શનના પ્રકાંડ અભ્યાસી કોઈ ભટ્ટાચાર્ય હતા. એમની પાસે સાતસો (૭૦૦) શિષ્યો મીમાંસા વગેરે દર્શનો)નો અભ્યાસ કરતા હતા. એ જ ભટ્ટાચાર્યની પાસે યશોવિજયજી ઘણાં પ્રકરણો ભણવા લાગ્યા. ન્યાય, બૌદ્ધ અને વૈશેષિક દર્શનોનો તેમજ સાંખ્ય જૈમિનિ અને પ્રભાકર ભટ્ટનાં મંતવ્યોનો યશોવિજયજીએ અભ્યાસ કર્યો. અને આગળ જતાં એનો જૈન દર્શન સાથે સુમેળ સાધ્યો.) વળી એઓ ચિન્તામણિ ગ્રન્થને પણ ભણ્યા. એઓ ભટ્ટાચાર્યને દરરોજ એક રૂપિયો દક્ષિણા તરીકે આપતા હતા. એમણે ત્રણ વર્ષ સુધી અભ્યાસ કર્યો.
ન્યાયવિશારદની પદવી – યશોવિજયજી કાશીમાં હતા એવામાં કોઈ એક સંન્યાસી ઠાઠમાઠપૂર્વક ત્યાં ધસી આવ્યો. બધા લોકોના દેખતાં યશોવિજયજીએ એની સાથે વાદવિવાદ કર્યો. એમાં એ સંન્યાસી પરાજિત થતાં ત્યાંથી ભાગી ગયો. આ વિજયની ખુશાલીમાં યશોવિજયજીને વાજતેગાજતે એમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા. ત્યાં આવી એમણે વારાણસી – પાર્શ્વનાથની સ્તુતિ કરી. અને એમની ‘ન્યાય-વિશારદા તરીકે મહાકીર્તિ પ્રસરી. એમને એ પદવી મળી.
કાશીમાં પોતાને ન્યાય-વિશારદની પદવી વિદ્વાનો તરફથી મળ્યાની હકીકત યશોવિજયજીએ જાતે પોતાની કેટલીક કૃતિઓની પ્રશસ્તિમાં કહી છે. માનવિજયજી ગણિએ વિ.સં. ૧૭૩૧માં રચેલ ધર્મ-સંગ્રહની સ્વોપજ્ઞવૃત્તિની પ્રશસ્તિ (શ્લો. ૧૦)માં કહ્યું છે કે કાશીમાં યશોવિજયજીએ અજેન પર્ષદાઓ ઉપર વિજય મેળવી જૈન
૧. યશોવિજયજીએ વારાણસીમાં પાર્શ્વનાથ સ્તોત્ર રચ્યું છે. એ યશોવિજય વાચક
ગ્રંથસંગ્રહ” (પૃ. ૪૩ અ-૪૪ અ)માં છપાયું છે. ૨. તર્કભાષા, ઐન્દ્ર-સ્તુતિ, ન્યાયખંડનખાદ્ય, સામાચારી પરણ, દ્રવ્ય અનુયોગ વિચાર (દ્રવ્ય
ગુણ-પર્યાયનો રસ) ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org