________________
દીક્ષા અને પ્રાથમિક શિક્ષણ
રચ્યું હતું. એમાં એમણે પોતાને ગણિ' કહ્યા છે. એથી એમની દીક્ષા મોડામાં મોડી વિ. સં. ૧૬૯૧માં થયાનું અને વાચક પદવી વિ. સં. ૧૭૦૦ કે ૧૭૦૧ પછી મળ્યાનું ફલિત થાય છે.
વિદ્યાભ્યાસ – વડી દીક્ષા થયા બાદ યશોવિજયજીએ પોતાના દીક્ષાગુરુ નયવિજયજી પાસે આવસ્મયના એક વિભાગરૂપ “સામાઈય' (સામાયિક) વગેરેનો અભ્યાસ કર્યો. એથી જેમ સાકરમાં મીઠાશ સર્વત્ર વ્યાપીને રહે છે તેમ એમની બુદ્ધિ શ્રુતમાં – શાસ્ત્રોમાં વ્યાપી ગઈ. આમ જે સુજસવેલી (ઢાલ ૧, કડી ૧૪)માં કહ્યું છે. એ ઉપરથી નયવિજયજી યશોવિજયજીના વિદ્યાગુરુ પણ થાય એ વાત ફલિત થાય છે અને તર્કભાષાની પ્રશસ્તિ એનું સમર્થન કરે છે.
આઠ મોટાં અવધાન – યશોવિજયજીએ રાજનગરમાં અર્થાત્ અમદાવાદમાં વિ. સં. ૧૬૯૯માં (જૈન) સંઘ સમક્ષ ‘આઠ મોટાં અવધાન કર્યા હતાં.
અવધાન એ સ્મરણશક્તિની સતેજતા સૂચવે છે. વિવિધ બાબતો યાદ રાખી એને ક્રમશઃ બરાબર કહી બતાવવી એને “અવધાનના પ્રયોગ' કહે છે. મુનિસુન્દરસૂરિજી “સહસાવધાની તરીકે અને સિદ્ધિચન્દ્રમણિજી વગેરે “શતાવધાની તરીકે જૈન જગતમાં સુપ્રસિદ્ધ છે. યશોવિજયજીએ કઈ જાતનાં અવધાન કરી બતાવ્યાં, તે વિષે હજુ સુધી તો મને માહિતી મળી નથી.
ધનજી સૂરાની વિજ્ઞપ્તિ અને એનો સ્વીકાર – યશોવિજયજીએ કરેલાં અવધાનથી પ્રભાવિત થયેલા ધનજી સૂરાએ નવિજયજી ગણિને વિજ્ઞપ્તિ કરી કે મુનિ શ્રી યશોવિજયજી વિદ્યા મેળવવા માટે લાયક છે. એમને ભણાવશો તો તેઓ બીજા હેમચન્દ્રજી થશે. જો એઓ “કાશી જાય અને ત્યાં છ દર્શનોના ગ્રંથોનો અભ્યાસ કરશે તો કામ પડ્યું જિનેશ્વરના માર્ગને ઉજ્વલ કરી દેખાડે તેવા છે. એ સાંભળી નવિજયજીએ ઉત્તર આપ્યો કે “આ કાર્ય ધનને આધીન છે. અજેનો સ્વાર્થ વિના નવીન શાસ્ત્રનો બોધ કરાવે નહિ.” ધનજી સૂરાએ જવાબ આપ્યો કે “હું બે હજાર ચાંદીના દીનાર ખર્ચાશ. અને યશોવિજયજીને ભણાવનાર પંડિતનો વારંવાર યથાયોગ્ય સત્કાર કરીશ. વાસ્તે આપ યશોવિજયજીને ભણાવો.”
૧. અહીં નયવિજયજીને વિદ્યાપ્રવા:” કહ્યા છે. ૨. “આઠ અવધાનનો ઉલ્લેખ યશોવિજયજીગણિએ હિન્દીમાં રચેલા આધ્યાત્મિક ગીતમાં
કર્યો છે. એ ગીત ન્યા. ૧૦ મૃ૦ પૃ. ૨૫૫)માં આપ્યું છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org