________________
પ્રકરણ ૨
દિક્ષા અને પ્રાથમિક શિક્ષણ
પાટણમાં દીક્ષા – કનોડુથી નયવિજયજી “અણહિલપુર પાટણ ગયા ત્યારે ત્યાં જઈને જસવંતે એમની પાસે દીક્ષા લીધી. એ પ્રસંગે એમના બાંધવ પદ્ધસિંહને પ્રેરણા થવાથી તેમણે પણ દીક્ષા લીધી. જસવંતનું નામ યશોવિજય અને પદ્મસિંહનું નામ પદ્યવિજય રખાયાં.
ભૌગોલિક અભ્યાસ માટેનો વસ્ત્રપટ – “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થ” પૃ. ૧૭૫)ની સામે ૧૦” x ૧૦" જેવડા અને મેરુ પર્વતને લગતા એક વસ્ત્રપટની પ્રતિકૃતિ અપાઈ છે. એને “ઐતિહાસિક વસ્ત્રપટ' તરીકે ઓળખાવાયો છે. એમાં નીચે મુજબનું લખાણ જોવાય છે –
१. मेरु वर्तुलाकारलक्षयोजनोच्च श्रीमत्तपगछ २. गारहारजगद्गुरु श्री ५ श्री हीरविजयसूरिपट्टप्रभाकर ३. श्री ५ श्री विजयसेनसूरीश्वरविजयराज्ये ४. महोपाध्यायश्री ५ श्री कल्याणविजयगणि ५. शिष्येण पं. नयविजयगणिना ६. संवत १६६३ वर्षे कणसागरग्रामे लिपीकृत: ૭. નવિનયયોર્જ II શ્રી: II ८. सविस्तर विचार क्षेत्रविचारथी जाणवू ॥
વિ. સં. ૧૬૮૮માં વડી દીક્ષા – યશોવિજયજીએ તેમજ વિવિજયજીએ યોગનો અભ્યાસ કર્યો એટલે એ બન્નેને હીરવિજયસૂરિજીના પ્રશિષ્ય અને વિજયસેનસૂરિજીના શિષ્ય વિજયદેવસૂરિજીએ વિસં. ૧૬૮૮માં વડી દીક્ષા આપી. એ બનાવ કયા નગર કે ગામમાં બન્યો તે જાણવા માટે કોઈ સાધન મળે છે ખરું?
ગણિ' પદવી – લઘુસ્યાદ્વાદરહસ્ય વિ. સં. ૧૭૦૧માં યશોવિજયજીગણિએ
૧. આ નાની રાશિ મકર છે. ૨. આ નામની રાશિ વૃશ્ચિક છે. ૩. વિજયપ્રભસૂરિજી અને વિજયસિંહસૂરિજી એમના શિષ્ય થાય અને ક્રિયોદ્ધારક પન્યાસ સત્યવિજયજી વિજયસિંહસૂરિજીના શિષ્ય થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org