________________
શિષ્યો – પક્ષધરમિશ્રને બે શિષ્યો હતા : 'વાસુદેવમિશ્ર અને રુચિદરમિશ્ર. જી વાસુદેવ સાર્વભૌમ લ. ઈ. સ. ૧૪૫૦ – લ. ઈ. સ. ૧૫૨૫)
વાસુદેવનો જન્મ નડિયાદમાં થયો હતો. એમના પિતાનું નામ મહેશ્વરવિશારદ હતું. એમની પાસે વાસુદેવે સંસ્કૃત વ્યાકરણ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ન્યાયના વિશિષ્ટ અભ્યાસ માટે એઓ મિથિલા ગયા હતા. ત્યાં એઓ. પક્ષધરમિશ્રની “એકેડેમી' (academy)માં દાખલ થયા હતા. શલાકા પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં એમના શિક્ષકે એમને ‘સાર્વભૌમ નો ઈલ્કાબ આપ્યો હતો. એમણે સમગ્ર ત. ચિ. અને કુસુમાંજલિનો પદ્યવિભાગ કંઠસ્થ કર્યો હતો અને આગળ ઉપર એ ઉતારી લીધો હતો. એમણે નદિયામાં ન્યાયની એકેડેમી સ્થાપી હતી. એમને બે મુખ્ય શિષ્ય હતા : રઘુનાથ શિરોમણિ અને બંગાળમાં વૈષ્ણવ સંપ્રદાય સ્થાપનારા ચૈતન્ય.
આ સાર્વભૌમ ગંગેશન ગ્રન્થ ઉપર સાર્વભૌમનિરુક્તિ નામની ન્યાયવિષયક કૃતિ રચી છે. એવી રીતે એમના એક શિષ્ય હરિદાસ ન્યાયાલંકાર ભટ્ટાચાર્યે પણ ત. ચિ. ઉપર પ્રકાશ નામની ટીકા રચી છે.
(૫) રઘુનાથ શિરોમણિ (લ. ઈ. સ. ૧૪૭૭ – લ. ઈ. સ. ૧૫૪૭)
રઘુનાથ શિરોમણિનું જન્મસ્થાન નદિયા અને જન્મવર્ષ લ. ઈ. સ. ૧૪૭૭ છે. એમણે વાસુદેવ સાર્વભૌમ પાસે વ્યાકરણ, સાહિત્ય, કોશ, ધર્મશાસ્ત્ર અને ન્યાય ઈત્યાદિનો અભ્યાસ કર્યો હતો. એઓ “મિથિલા' જઈ ત્યાંના ન્યાયના શિક્ષકને પરાજિત કરી આવ્યા હોવાની દંતકથા છે. એઓ કાણા હતા એમ ન્યાયાચાર્યે પણ કહ્યું છે.'
રઘુનાથે ત. ચિ. ઉપર દીધિતિ નામની ટીકા રચી છે અને એના ઉપર
૧. એઓ પક્ષધરમિશ્રના ભાઈના પુત્ર થાય. એમણે ત. ચિ. ઉપર ટીકા રચી છે. ૨. જુઓ વીરસ્તોત્ર યાને ન્યાયખંડખાદ્યની ચકા. ૩. અષ્ટસહસીવિવરણ પત્ર ૧૩૮) આ)માં આની દુર્ગમતાનો નિર્દેશ છે. પ્રસ્તુત પદ્ય નીચે મુજબ છે:
"न्यायाम्बुधिर्दीधितिकारयुक्ति-कक्लोलकोलाहलदुर्विगाहः ।
तस्यापि पातुं न पयः समर्थः किं नाम धीमत् प्रतिभाऽम्बुवाह: ? ॥" કહેવાનો મતલબ એ છે કે ન્યાયના સાગરનું દીધિતિકારની યુક્તિરૂપ મોજાંના કોલાહલને લઈને અવગાહન દુઃશક્ય છે પરન્તુ અમારો પ્રતિભારૂપ મેઘ શું એનું પણ જળ પીવા સમર્થ નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org