________________
C
નવીનનિમણ, (૫) ન્યાયકુસુમાંજલિકારિકાવ્યાખ્યા અને (૬) પદાર્થખંડનવ્યાખ્યા.
અ સ વિ.માં બે સ્થળે રઘુદેવ ભટ્ટાચાર્યનો ઉલ્લેખ છે એમ HIL પૃ. ૨૨)માં ઉલ્લેખ છે. આ પુસ્તક પૃ. ૪૮૧)માં રઘુદેવે ન્યાયાલંકાર વિષે અ. સ. વિ.માં ઉલ્લેખ હોવાનું કહ્યું છે. આ ઉપરથી આ બન્ને વ્યક્તિ એક છે એમ કહી શકાય ખરું?
પક્ષીઓ અને પ્રાદેશિક કૃતિઓ – પક્ષીઓના પરિચયાર્થે સ્વતંત્ર પુસ્તકો વિવિધ ભાષામાં રચાયાં છે. અંગ્રેજીમાં તો આ સંબંધે પુષ્કળ અને મહત્ત્વપૂર્ણ સાહિત્ય છે. એ હિસાબે ગુજરાતી સાહિત્ય મોળું છે. સાહિત્યિક કૃતિઓમાં ઉપમા વગેરેનાં ઉદાહરણ તરીકે પક્ષીઓનો નિર્દેશ જોવાય છે. જૈન કૃતિઓ એમાં અપવાદરૂપ નથી. આની પ્રતીતિ મારો લેખ નામે “The Jaina Records about Birds'' જોવાથી થઈ શકશે. પ્રસ્તુતમાં હું ન્યાયાચાર્યે પોતાની ગુજરાતી અને હિન્દી કૃતિઓમાં મુખ્યતયા ઉપમાદિને અર્થે જે પક્ષીઓનાં નામ નોંધ્યાં છે તે દર્શાવું છું:
ગુજરાતી – કોકિલ (૨૪, ૧૦૯, ૧૪૨) ક્રૌંચ (૩૮, પર૨), ખગપતિ (૫૪૫), ગરુડ (૧૯), ચકોર (૨૪, ૫૮), ચકોરા (૮), ચાતક (૪, ૯, ૬૦), પારેવો (૧૨૯), પિક (૨૭, ૬૪, ૧૪૧), બપઈઓ (૨૯), મયૂરી (૮૭, ૧૨૬), મોર (૨૪, ૧૨૮, ૧૪૨), મોરા (૮૪), સારસ (પર૨), સિંચાણો (૪૫), હંસ (૨૨૨, પર૬) અને હંસા (૬૦).
હિન્દી – કાગ (૯), કોકિલ (૭૮), ખગપતિ (૯૬), ખંજન (૭૫), ગરુડ (૯), ચકોર (૭૫, ૭૮, ૯૬, ૯૭), ચક્રવાક (૯૬), મોર (૭૮), મોરા (૭૪), રાજહંસ (૭૭, ૭૯), શિખિ (૯૬) અને હંસ (૮૮).
પૌવપર્ય – ઉપાધ્યાયજીની પ્રખ્યપ્રણયનની પ્રવૃત્તિ લગભગ પોણો સો વર્ષ સુધી ચાલુ રહી હોય એમ લાગે છે એટલે એમના ગ્રન્થોનું પૌર્વાપર્ય વિચારવું ઉચિત જણાય છે પણ એ કાર્ય કરવું સહેલું નથી. એનાં કારણ નીચે મુજબ છે :
(૧) ઉપાધ્યાયજીએ ચાર ભાષામાં ગ્રન્થો રચ્યા છે તે પૈકી નિમ્નલિખિત ૯ ગુજરાતી ગ્રન્યો અને એક સંસ્કૃત ગ્રન્થ નામે “લઘુસ્યાદ્વાદરહસ્ય” સિવાયના કોઈ ઉપલબ્ધ ગ્રન્થનો રચનાસમય દર્શાવાયો હોય એમ જણાતું નથી : ૧. જુઓ પત્ર ૬ અ. 2. BUL CU “Annals of the Bhandarkar Oriental Research Institute" (Vol.
XLII & Vol. XLV)માં એમ બે કટકે છપાયો છે. ૩. આ ગૂ. સા. સં. (વિ. ૧)નો પૃષ્ઠક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org