________________
७३
કોઈ ચિરંતન મુનિવરે પ્રતિક્રમણોની વિધિ દર્શાવતી રચેલી ૩૩ પાઠય ગાથાઓ રજૂ કરી છે. તે ગણાવી શકાય. એમાં ગા. ૧-૧૮ દૈવસિક પ્રતિક્રમણની, ગા. ૧૯૨૭ રાત્રિકની, ગા. ૨૮-૩૧ પાક્ષિકની અને ગા. ૩ર-૩૩ ચાતુર્માસિક તેમ જ સાંવત્સરિક પ્રતિક્રમણની વિધિને લગતી છે.
અત્યારે જે દૈવસિક પ્રતિક્રમણની વિધિ છે તેમાં સઝાય પછી કાયોત્સર્ગાદિને સ્થાન છે પરંતુ પ્રતિક્રમણ-ગર્ભ હેતુમાં આ સઝાય પછીની વિધિ નથી. જયચન્દ્રસૂરિએ વિ. સં. ૧૫૦૬માં પ્રતિક્રમણવિધિ રચી છે. ક્ષમાકલ્યાણ વિ. સં. ૧૮૩૮માં પાક્ષિકાદિ પ્રતિક્રમણની વિધિ ગદ્યમાં સંગ્રહિત કરી છે.'
પ્રયાસ - ન્યાયવિશારદન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજયગણિનાં જીવન અને કવનને અંગે ઓછેવત્તે અંશે માહિતી પૂરી પાડનારા છૂટાછવાયા કેટલાક પ્રયાસો થયા છે. તેમાં એમનો સમગ્ર કૃતિકલાપનો સમીક્ષાત્મક અને સર્વાગીણ પરિચય આપવાનું કાર્ય તો કોઈએ કર્યું હોય એમ જોવા જાણવામાં નથી. તેથી આ દિશામાં સમય અને સાધન-સામગ્રી અનુસાર બને તેટલો પ્રકાશ પાડવા હું પ્રેરાયો અને એના ફળરૂપે મેં આ પુસ્તકની યોજના કરી છે. એમ કરવા માટે મેં મુખ્યતયાનિમ્નલિખિત સાધનોનું અવલોકન કર્યું છે: નામ
કત
પ્રકાશનવર્ષ જૈન ગ્રન્થાવલી
ઈ. સ. ૧૯૦૯ પ્રતિમાશતકની સંસ્કૃત પ્રસ્તાવના પ્રતાપવિજયજી ઈ. સ. ૧૯૭૬ યોગદર્શન તથા
યોગવિંશિકાની પ્રસ્તાવના સુખલાલ સંઘવી ઈ. સ. ૧૯૨૨ હિંદ તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ પૂર્વાર્ધ) નર્મદાશંકર
દેવશંકર મહેતા ઈ. સ. ૧૯૨૪ હિં. ત. ઈ. (ઉત્તરાર્ધ)
ઈ. સ. ૧૯૨૫ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી જીવન નિબંધ)
બુદ્ધિસાગરસૂરિજી ઈ. સ. ૧૯૨૫
૧. આની સંસ્કૃત છાયા “જૈ. ધ. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૬માં સ્વોપજ્ઞ વિવરણ સહિત
પ્રકાશિત યોગશાસ્ત્રમાં અપાઈ છે. ૨. આ તમામ ગાથાઓ એના ગુજરાતી ભાવાર્થ સહિત શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા
(ભા. ૭, પૃ. ૮૨૪-૮૩૨)માં અપાઈ છે. ૩. એજન (ભા. ૭, પૃ. ૮૧૪).
૪. જુઓ જે. સા. સં. ઈ. પૃ. ૬૮૦). Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org