________________
७२
પ્રતિમા શતકની વૃત્તિ રચી છે અને ખરતર' ગચ્છના દેવચન્દ્ર જ્ઞાનસારને અંગે જ્ઞાનમંજરી રચી છે.
અર્પણ – ન્યાયાચાર્યના પુરોગામી મુનિવરોને તેમજ કોઈ કોઈ ગૃહસ્થને હાથે જૈન ધર્મ અને જૈન સાહિત્યનું મુખ્ય અને મહત્ત્વનું એકેએક અંગ ઓછાવત્તા પ્રમાણમાં આલેખાયું હોવાથી આ વાયાચાર્ય પાસેથી ખાસ નવીન અને સંગીન અર્પણની ભાગ્યે જ આશા રાખી શકાય. આમ હોવા છતાં નિમ્નલિખિત બાબતો નોંધપાત્ર ગણાય :
(૧) એમણે પોતાની પહેલાં રચાયેલા પ્રૌઢ ગ્રન્યોના મુખ્ય મુદ્દાઓને ભિન્ન ભિન્ન કૃતિમાં યથાયોગ્ય સ્થાન આપવા પૂરતી જ કુશળતા ન દર્શાવતાં જૈન સાહિત્યરૂપ પટાંગણમાં નવ્ય ન્યાયના શ્રીગણેશ માંડવાનું પ્રાયઃ અદ્વિતીય કાર્ય કર્યું છે.
(૨) એમણે દુખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારના વૈરાગ્ય વિષે એમના સમય પૂર્વે જે લખાયું હતું તેમાં આ વિષયના વિશિષ્ટ નિરૂપણ દ્વારા એમણે સબળ ઉમેરો કર્યો છે.
(૩) યોગની આઠ દૃષ્ટિ વગેરે દાર્શનિક બાબતોને સરળ અને હૃદયંગમ રીતે ગુજરાતીમાં પદ્યમાં એમણે પીરસી છે.
(જી કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગ સમકાલે હોય કે કેમ તેમજ કેવલજ્ઞાન અને કેવલદર્શન બે ભિન્ન છે કે કેમ એ ચર્ચાના સંબંધમાં શ્વેતાંબરોમાં જે ત્રણ પક્ષ જણાય છે તેનો એમણે નયના નિર્દેશપૂર્વક સમન્વય સાધ્યો છે.
(૫) મંગલવાદને અંગે કેટલીક નવીન યુક્તિઓ સ્યાદ્વાદકલ્પલતામાં એમણે આપી છે.
(૬) ત્રણ સો વર્ષ ઉપર પાંચે પ્રતિક્રમણોની વિધિ શી હતી અને એ સમયે પ્રતિક્રમણનાં સૂત્રોના કયા નામથી વ્યવહાર થતો હતો તે બાબત એ ન્યાયાચાર્ય દ્વારા આપણને જાણવા મળે છે.
"પ્રતિક્રમણની પ્રાચીન વિધિ સંબંધી સાહિત્ય
આવસ્મયની શિષ્યહિતા (પત્ર ૭૮૫ – ૭૯૪)માં આવસ્મયની ચુષ્ણિના સમય પૂર્વેની આવશ્યક ક્રિયાની – પ્રતિક્રમણની વિધિ સમભાવભાવી હરિભદ્રસૂરિએ દર્શાવી છે. મધ્યવર્તી પ્રયાસ તરીકે “કલિ.’ હેમચન્દ્રસૂરિએ યોગશાસ્ત્ર પ્ર. ૩, શ્લો. ૧૩૦)ના સ્વપજ્ઞ વિવરણ પત્ર ૨૪૭ – ૨૫૦)માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org