________________
६७
કરી એમના વિચારોનું ખંડન કર્યું છે. આ ગુણાનન્દે રઘુનાથ શિરોમણિના કેટલાક ગ્રંથો ઉપર ટીકા રચી છે. એમના ગ્રન્થો નીચે મુજબ છે :
અનુમાનદીદ્ધિતિવિવેક, આત્મતત્ત્વવિવેકદીધિતિટીકા, ગુણનિવૃતિવિવેક, ન્યાયકુસુમાંજલિવિવેક, ન્યાયલીલાવતીપ્રકાશદીધિતિવિવેક અને શબ્દાલોકવિવેક. (૮) રામભદ્ર સાર્વભૌમ (લ. ઈ. સ. ૧૫૮૦)
એમનાં માતાનું અને પિતાનું નામ અનુક્રમે ભવનાથ અને ભવાની છે. એમણે કહ્યું છે કે પ્રકાશ અને મકરન્દમાંના નિરૂપણ કરતાં મારા પિતાનું વક્તવ્ય ચડિયાતું છે. આ રામભદ્રે નિમ્નલિખિત ગ્રંથો રચ્યા છે
ગુણરહસ્ય દીધિતિટીકા, ન્યાયકુસુમાંજલિકારિકાવ્યાખ્યા. ન્યાયરહસ્ય, પદાર્થવિવેકપ્રકાશ અને સત્યક્રક્રમદીપિકા.
જયરામ ન્યાયપંચાનન રામભદ્ર સાર્વભૌમના શિષ્ય થાય છે. એમણે ન્યાય તેમજ કાવ્યશાસ્ત્ર પરત્વે ગ્રન્થો રચ્યા છે.
(૯) ૧ગદીશ તર્કાલંકાર (લ. ઈ. સ. ૧૬૨૫)
જગદીશ પણ ઉપર્યુક્ત રામભદ્રના શિષ્ય થાય છે. ‘જાગદીશી' તરીકે ઓળખાવાતી તત્ત્વચિન્તામણિદીધિતિપ્રકાશિકા એમણે રચી છે.
(૧૦) રઘુદેવ ન્યાયાલંકાર (લ. ઈ. સ. ૧૬૫૦)
રઘુદેવ ભટ્ટાચાર્ય તે જ આ છે ? આ ન્યાયાલંકાર હિરામ તર્કવાગીશના શિષ્ય થાય છે અને ગદાધરના સહાધ્યાયી થાય છે. અ. સ. વિ. (પત્ર ૪ અને ૨૨)માં આ ૨ઘુદેવ વિષે ન્યાયાચાર્યે ઉલ્લેખ કર્યો છે. આ રઘુદેવે નિમ્નલિખિત કૃતિઓ રચી છે :
(૧) તત્ત્વચિન્તામણિગૂઢાર્થદીપિકા, (૨) દીધિતિટીકા, (૩) દ્રવ્યસારસંગ્રહ, (૪)
૧. શ્રી મોહનલાલ ઝવેરીનો નિમ્નલિખિત અભિપ્રાય જૈ. સા. સં. ઈ. (પૃ. ૬૩૬)માં નોંધાયો છે ઃ
“હેમચન્દ્રાચાર્યે જેમ પોતાના સમકાલીન મલયગિરિ અને વાદીદેવસૂરિનો ઉલ્લેખ નથી કર્યો તેમ યશોવિજ્યે પોતાના સમકાલીન ગદીશનો નથી કર્યો પરંતુ જગદીશના ગ્રંથથી તેઓ જાણીતા હતા એમ અનુમાન થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org