________________
દરે
ઉદ્દભવી.
પ્રત્યક્ષ ખંડમાં નિમ્નલિખિત વિષયોને સ્થાન અપાયું છે:
મંગલવાદ, પ્રામાણ્યવાદ, અન્યથાખ્યાતિ, સનિકર્ષ, લૌકિક પ્રત્યક્ષ, અલૌકિક પ્રત્યક્ષ, સમવાયવાદ, અનુપલબ્ધપ્રામાણ્યવાદ, અભાવવાદ, પ્રત્યક્ષકારણવાદ, મનોહષ્ણુત્વવાદ, અનુવ્યવસાયવાદ, નિર્વિકલ્પકવાદ અને સવિકલ્પકવાદ'
“અનુમાન ખંડમાં નીચે મુજબનાં પ્રકરણો છેઃ
વ્યાપ્તિવાદ, વ્યાપ્તિપંચક, સિંહવ્યાધ્રોક્તવ્યાપ્તિલક્ષણ, વ્યધીકરણ, વ્યાપ્તિપૂર્વપક્ષ, સિદ્ધાન્તલક્ષણ, સામાન્યાભાવ, વિશેષવ્યાપ્તિ, વ્યાપ્તિગ્રહોપાય, સામાન્યલક્ષણ, ઉપાધિવાદ, પક્ષતા, પરામર્શ, કેવલાવવ્યનુમાન, કેવલવ્યતિરેક્ટનુમાન, અન્વયવ્યતિરેક્ટનુમાન, ન્યાય પંચાવયવી), હેત્વાભાસ અને ઈશ્વરાનુમાન.
ત્રીજો ઉપમાન ખંડ છે. ચોથા “શબ્દખંડના વિષયો નીચે પ્રમાણે છે :
શબ્દપ્રામાણ્યવાદ, આકાંક્ષાવાદ, યોગ્યતા, આસત્તિ, તાત્પર્ય, શબ્દાનિત્યતાવાદ, ઉચ્છનપ્રચ્છન્નવાદ, વિધિવાદ, અપૂર્વવાદ, શક્તિવાદ, લક્ષણ, સમાસવાદ, આખ્યાતવાદ, ધાતુવાદ, ઉપસર્ગવાદ અને પ્રમાણચતુષ્ટયપ્રામાયવાદ
અનુમાનખંડમાં અવચ્છેદકાવચ્છિન્નમય જટિલ ચર્ચાઓ છે. એ બુદ્ધિને સતેજ કરે છે – ઝીણવટભર્યા વાદવિવાદ કરવાની શક્તિ ઉત્પન્ન કરે છે પરંતુ આ ખંડમાં અન્ય ખંડો કરતાં પદાર્થોનું નિરૂપણ ઘણું ઓછું છે.
ઉપાધ્યાયજીએ પોતે દ્રવ્ય અનુયોગ વિચાર (ઢાલ ૧૭, કડી ૧૦)માં કહ્યું છે તેમ એઓ કાશીમાં (તત્ત્વ ચિન્તામણિ ભણ્યા હતા. આ ગ્રંથમાંથી એમણે કોઈ કોઈ કૃતિમાં અવતરણ આપ્યાં છે.
૧. આ દરેક વિષયની સમજણ HILમાં અપાઈ છે એવી રીતે અનુમાનખંડાદિ માટે પણ
કરાયું છે. ૨. આના સવ્યભિચાર, વિરુદ્ધ, સત્યતિપક્ષ, અસિદ્ધ અને બાધિત એમ પાંચ પ્રકારો દર્શાવાયા
૩. આજકાલ કોઈ કોઈ જૈન મુનિ અનુમાનખંડમાંના વ્યાતિપંચક, સિંહવ્યાઘલક્ષણ, સિદ્ધાન્તલક્ષણ ઈત્યાદિ પ્રકરણો પૈકી એક કે વધારેનો કાશી અને કલકત્તા તરફથી લેવાતી પરીક્ષા માટે ભણે છે. સમયસુન્દરગાણના શિષ્ય હર્ષનન્દને તત્ત્વચિન્તામણિનો અભ્યાસ કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org