________________
આ મધુસૂદનના એક મંતવ્યનું નિરસન છે. પૃ. ૭૯માં સિદ્ધાન્તબિન્દુને અંગે કૌંસમાં મધુસૂદન સરસ્વતીનો ઉલ્લેખ છે. હિત. ઈ. (ઉત્તરાર્ધ, પૃ. ૩, ૭૭, ૨૧૮, ૨૨૧, ૨૨૨ અને ૨૮૧)માં મધુસૂદન સરસ્વતી વિષે નીચે મુજબ માહિતી અપાઈ છે:
એમણે પ્રસ્થાનભેદ રચ્યો છે. – પૃ. ૩ અને ૭૭. એમણે (ઈ. સ. ૧૬૦) અદ્વૈતસિદ્ધિ નામનો ગ્રંથ રચ્યો છે – પૃ. ૨૧૮
એમની કૃતિઓ તરીકે ભ. ગી ઉપર ગૂઢાર્થદીપિકા, મહિમ્નસ્તોત્ર ઉપર ટીકા અને ઈશ્વપ્રતિપત્તિપ્રકાશ નામના નિબંધનો નિર્દેશ છે. – પૃ. ૨૨૧
એઓ વિષ્ણુ અને શિવના ભક્ત હતા. – પૃ. ૨૨૨
મધુસૂદન “સિદ્ધાન્તમાં છેવટે શાંકરમતાવલંબી છે, તોપણ સગુણ પરમેશ્વરના વિચારમાં વિશિષ્ટાદ્વૈતી જણાય છે.” – પૃ૨૮૧ સિદ્ધાન્તબિન્દુનો ઉલ્લેખ ગ્રંથસૂચીમાં તો નથી.
ન્યાયાચાર્ય અને નવ્ય તૈયાયિકો નવ્ય તૈયાયિકોનો વિસ્તૃત પરિચય ડો. સતીશચન્દ્ર વિદ્યાભૂષણે A History of Indian Logic (પૃ. ૪૦પ-૪૮૭)માં આપ્યો છે. આ સંબંધમાં હિ. ત. ઈ. પૂર્વાર્ધ, પૃ. ૨૩૦-૨૩૧)માં અતિસંક્ષિપ્ત માહિતી અપાઈ છે. આ બે પુસ્તકના આધારે અહીં તો હું ન્યાયાચાર્યે જે નવ્ય નૈયાયિકોનો અને એમની કૃતિઓનો નિર્દેશ કર્યો છે તે વિષે થોડુંક કહીશઃ
(૧) ઉપાધ્યાય ગંગેશ (લ. ઈ. સ. ૧૧૭૫-લ. ઈસ. ૧૨૦૦)
ગંગેશ ઉર્ફે ગંગેશ્વર એ મૈથિલી બ્રાહ્મણ હતા એમનો જન્મ પૂર્વ બંગાળમાં દરભંગાથી “અગ્નિ' વિદિશામાં બાર માઈલને અંતરે આવેલા અને કમલા' નદી ઉપરના કરીએન (Karion) ગામમાં થયો હતો. એમ કહેવાય છે કે તેઓ જ્યારે નાના હતા ત્યારે અભણ હતા પરંતુ કડલી દેવીની આરાધના કરી એમણે વરદાન મેળવ્યું ત્યારથી એઓ પંડિત બન્યા. એ ગંગેશને વર્ધમાન નામના પુત્ર હતા. એ પિતા અને પુત્રને અનુક્રમે “ઉપાધ્યાય અને “મહોપાધ્યાય' તરીકે ઓળખાવાય છે.
ગંગેશ સપ્તપદાર્થોના કર્તા શિવાદિત્યનો ઉલ્લેખ તત્ત્વચિન્તામણિ (પ્રત્યક્ષ ખંડ, પૃ. ૮૩૦માં કર્યો છે તેમજ વૈશેષિક દર્શનને લગતા રત્નકોશમાંથી પુષ્કળ અવતરણો આપ્યાં છે. ગૌડ મીમાંસક યાને શ્રીકરનો પણ એમણે ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org