________________
(ઈ) સદ્દષ્ટિકાત્રિશિકા (રજી.
() યોગની આઠ દૃષ્ટિનું જે નિરૂપણ યોગદષ્ટિસમુચ્ચયમાં હરિભદ્રસૂરિએ કર્યું છે. તેનો સંબંધ યમાદિ આઠ યોગાંગ સાથે અનુક્રમે દર્શાવવાનું કાર્ય ન્યાયાચાર્ય આઠ દૃષ્ટિને લગતી દ્વાર્નેિશિકાઓમાં કર્યું છે.
(૫) અધ્યાત્મસારમાં યોગાધિકાર અને ધ્યાનાધિકાર છે. એની રચનામાં ભ. ગી. તેમજ પાતંજલ યોગદર્શનનો ઉપયોગ કરી ન્યાયાચાર્યે ધ્યાન સંબંધી જૈન પ્રક્રિયાઓનો સુમેળ એ બે અજૈન ગ્રંથો સાથે સાધ્યો છે.'
યશોવિજયગણિ અને પંચદશીકાર – જ્ઞાનબિન્દુ પૃ. ૨૮ અને ૨૯)માં પંચદશીના ઉલ્લેખ વિના એમાંથી ધ્યાન. શ્લો. ૯૨-૯૬ તેમજ ૭, ૯૦ અને ૯૨ અવતરણરૂપે અપાયા છે એમ આ અવતરણોનાં મૂળના નિર્દેશ ઉપરથી જણાય છે. આ પંચદશી એ સ્વતંત્ર વેદાન્તના નિબંધરૂપ છે. એના તત્ત્વવિવેકમાં જીવ અને ઈશ્વરના ભેદ વિષે નિરૂપણ છે અને એના ચિત્રદીપમાં ચૈતન્યની શુદ્ધ બ્રહ્મ, ઈશ્વર અને જીવ એ ત્રિપુટીને બદલે એનાં ચાર રૂપોનું પ્રતિપાદન છે. એ ગ્રન્થના પ્રણેતાનાં બે નામ છે માધવાચાર્ય અને વિદ્યારણ્ય. એઓ (ઈ. સ. ૧૩૩૧ - ઈ. સ. ૧૩૮૭) શૃંગેરી મઠના અધીશ હતા. એમણે નિમ્નલિખિત કૃતિઓ પણ રચી છે:
ઉપનિષદોની દીપિકાઓ, જીવનમુક્તિવિવેક, જૈમિનીયન્યાયમાલાવિસ્તર, પંચપાદિકાવિવરણપ્રમેયસંગ્રહ (ઈ. સ. ૧૩૫૦), બૃહદારણ્યકાર્તિકસાર અને શંકરદિગ્વિજય'.
આ વિદ્યારયે પોતાના ભાઈ સાયણાચાર્યને સમગ્ર વેદ ઉપરનાં ભાષ્યો રચવામાં સહાય કરી છે.
યશોવિજયગણિ અને તપસ્વી મધુસૂદન – જ્ઞાનબિન્દુ પૃ. ૨)માં એક સ્થળે “મધુસૂદન તપસ્વી' તરીકે અને એ જ પૃષ્ઠમાં અન્યત્ર “તપસ્વી અને સિદ્ધાન્તબિન્દુના પ્રણેતા તરીકે તેમજ પૃ. ૩રમાં “તપસ્વી' તરીકે ઉલ્લેખ છે." પૃ. ૨૪માં સિદ્ધાન્તબિન્દુ પૃ. ૨૯૧)માંથી એક અવતરણ અપાયું છે. પૃ. ૨૮માં ૧. જુઓ યોગદર્શન તથા યોગવિંશિકાની પ્રસ્તાવના પૃ. ૩૩). ૨. જુઓ હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ (ઉત્તરાર્ધ) પૃ. ૨૫૨). ૩. એજન, પૃ. ૨૫૩. ૪. એજન, પૃ. ૧૧૫, ૨૧૭ અને ૨૨૦. ૫. ન્યાયાચાર્યે મધુસૂદનનો તપસ્વી' એવા સાંકેતિક નામથી કેમ ઉલ્લેખ કર્યો તે જાણવું
બાકી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org