________________
५८ રચી છે અને એ પ્રત્યેકનું સ્યાદ્વાદરહસ્ય એવું વિશિષ્ટ નામ પણ યોજયું છે.
" અધ્યાત્મોપનિષદ્ (અધિ. ૧)માં વી. સ્તો.નાં ચાર પદ્યો છે. તેમ છતાં અહીં આ વિષે કશો ઉલ્લેખ નથી.
હેમચન્દ્રસૂરિકૃત યોગશાસ્ત્રના પહેલા ચાર પ્રકાશમાંના કોઈ કોઈ પદ્યનો ભાવાર્થ અઢાર પાપસ્થાનકની સક્ઝાયની કોઈ કોઈ કડીમાં યશોવિજયગણિએ ગૂંથી લીધો છે.
યશોવિજયગણિ અને અભિનવ ધર્મભૂષણ યતિ – ન્યાયદીપિકાના દ્વિતીય પ્રકાશની પુષ્યિકામાં યતિનો અને તૃતીય (અંતિમ) પ્રકાશની પુષ્યિકામાં
અભિનવનો ઉલ્લેખ ધર્મભૂષણ' નામની સાથે કરાયો છે. એ આધારે મેં અભિનવ ધર્મભૂષણ યતિ' નામ યોજ્યું છે.
પ્રસ્તુત ધર્મભૂષણ વર્ધમાન ભટ્ટારકના શિષ્ય અને પટ્ટધર થાય છે. એઓ. કુન્દકુન્દ્રાચાર્યની આસ્નાયમાં થયા છે. આમ એઓ દિગંબર છે. એમને ભટ્ટારક તરીકે ઓળખાવાય છે. એમની ગુરુપરંપરા નીચે મુજબ છે :
ધર્મભૂષણ
અમરકીર્તિ
ધર્મભૂષણ
વર્ધમાન
ધર્મભૂષણ
ધર્મભૂષણ ત્રીજા, શકસંવત ૧૨૯૭થી ૧૩૦૭ના ગાળામાં પટ્ટધર બન્યાનું પં. દરબારીલાલે કહ્યું છે. એમણે એમનો જન્મ ઈ. સ. ૧૩૫૮ની આસપાસમાં થયાનું અને અવસાન ઈ. સ. ૧૪૧૮ના અરસામાં થયાનું અનુમાન દોર્યું છે. વિજયનગરના રાજા દેવરાય પહેલા અને એમની પત્ની ભીમાદેવી પ્રસ્તુત
૧. જુઓ “વીરસેવામંદિર” તરફથી સરસાવાથી ઈ. સ. ૧૯૪૫માં ૫. દરબારીલાલ જૈન કોઠિયાંના પ્રકાશ નામના સંસ્કૃત ટિપ્પણ, હિન્દી અનુવાદ અને પ્રસ્તાવના સહિત પ્રકાશિત
વાયદીપિકાની પ્રસ્તાવના (મૃ. ૯૪-૯૫). ૨, એજન, પૃ. ૯૭. ૩. એજન, પૃ. ૯૭. ૪. એજન પૃ. ૯૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org