________________
५६
યશોવિજયગરિ અને સિદ્ધસેન દિવાકર – સિદ્ધસેન દિવાકરને ન્યાયાચાર્યે ગધહસ્તી’ કહ્યા છે. એ સૂરીશ્વરે ૧૬૬ પદ્યમાં જ. મ.માં સમ્મઇપયરણ રચ્યું. છે. એનાં પુષ્કળ પદ્ય ન્યાયાચાર્યે પોતાની કેટલીક કૃતિમાં ઉદ્ધત કર્યા છે અને કેટલીયે વાર એની સંસ્કૃતમાં વ્યાખ્યા પણ કરી છે. આને લઈને સમ્મઈપયરણની યશોવિજય ગણિકૃતવ્યાખ્યા – ટીકા આપોઆપ જાણે સર્જાઈ ગઈ છે. ન્યાયાચાર્યની કઈ કઈ કતિમાં સ. પ.ની ગાથા અપાઈ છે તેની મોટા ભાગની સુચી સ. ૫. (ભા. ૫ પરિશિષ્ટ ૩)માં અપાઈ છે. આમાં વિ. સં. ૧૯૮૭ પછી પ્રકાશિત અનેકાન્તવ્યવસ્થા વગેરે ગ્રંથોમાં તેમજ અમુદ્રિત આત્મખ્યાતિમાં સ. પાની ગાથાઓની જે વ્યાખ્યા મળે છે તે પણ એકસામટી એકત્રિત કરાય તો સ. ૫. ઉપર એક નાનકડી પણ મહત્ત્વપૂર્ણ વ્યાખ્યા તૈયાર થાય
યશોવિજયગણિની એક કૃતિનું નામ જે દ્વાર્ટેિશદ્વાર્કિંશિકા છે તે સિદ્ધસેનની એ નામથી ઓળખાતી કૃતિને આભારી હોવાનું મનાય છે.
યશોવિજયગણિ અને દિ તાર્કિક સમન્તભદ્ર – સમન્તભદ્રકૃત આપ્તમીમાંસાનો ઉપયોગ દ્વાત્રિદ્ધાત્રિશિકામાંની ચોથી “જિનમહત્ત્વાદ્ગિશિકાની રચનામાં કરાયો છે. વિશેષમાં આપ્તમીમાંસાને અંગેની અષ્ટસહસી ઉપર યશોવિજયગણિનું વિવરણ છે.
યશોવિજયગણિ અને મત્સ્યવાદી – ક્ષમાશ્રમણ મલ્લવાદીએ કયા કયા ગ્રન્થો રચ્યા હતા તે કહેવા માટે પૂરતાં સાધન પ્રાપ્ત થયાં નથી. અત્યારે તો એમની ચાર જ કૃતિ જાણવામાં છે :
(૧) સમઇપયરણની ટીકા – આનો ઉલ્લેખ હરિભદ્રસૂરિએ અનેકાન્તજયપતાકા (અધિકાર ૧ અને ૨)ની સ્વોપજ્ઞ વૃત્તિમાં અનુક્રમે પૃ. ૫૮ અને ૧૧૬માં કર્યો છે ખરો, પરંતુ મલ્લાદીની એ ટીકા આજે તો મળતી નથી.
(૨) નયચક્રને લગતું એક પદ્ય આનો પ્રારંભ “વિધિનિયમમકથી કરાયો છે.
૩) એ પદ્ય ઉપરનું સ્વપશ. ભાષ્ય. નયચક્રને નામે ઓળખાવાતું આ ભાષ્ય ૧. કોઈ કોઈ વાર એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. જુઓ દ્રવ્ય અનુયોગ વિચાર ઢાલ
૨, કડી ૧૧)નો સ્વોપણ ટબ્બો, પ્રથમ કાગળ પૃ. ૮૭ અને ૯૯૮), સાડી ત્રણ સો ગાથાનું સિદ્ધાન્તવિચારરહસ્યગર્ભિત સ્તવન (ઢાલ ૧, કડી ૧) અને શ્રીપાલ રાજાનો રાસ ખંડ ૪, ઢાલ ૧૩, કડી ૯). ૨. આ તેમ જ એની પહેલાંના ચાર ભાગ અમદાવાદના “ગૂજરાત વિદ્યાપીઠ” તરફથી પ્રસિદ્ધ
કરાયા છે. પાંચમો ભાગ વિ. સં. ૧૯૮૭માં છપાવાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org