________________
મત દિગંબર
પૂનમિયા
ખરતર
કડવા
કું(લો)કા
વિજ્યામતિ (વીજામતિ)
પાયચંદ
શાંતિદાસીય
જ્ઞાનવિમલીય
४३
વર્ષ
વીરસંવત્ ૬૦૯
વિ. સં. ૧૧૬૯
વિ. સં. ૧૨૦૪
વિ. સં. ૧૫૬૪
વિ. સં. ૧૫૦૮૨
વિ. સં. ૧૫૭૦
વિ. સં. ૧૫૭૨૩
!
આમ અહીં નવ મતનો ઉલ્લેખ છે. જિનપ્રતિમા પૂજનીય નથી એમ માનનારને લક્ષીને ત્રીજી ઢાલ રચાઈ છે. શું આ સ્થાનકવાસીઓને અંગે છે ? જો એમ જ હોય તો એ મત વિ. સં. ૧૭૦૯માં નીકળેલો ગણાય.
ગુજરાતી પદ્યાત્મક સાહિત્યનાં સ્વરૂપો
Jain Education International
સ્તવનો
‘સ્તવન’ એ પ્રશંસા કરવી’ એ અર્થવાળા સ્તુ ધાતુ ઉપરથી બનાવાયેલો સંસ્કૃત શબ્દ છે. મુખ્યતયા તીર્થંકરોના ગુણોત્કીર્તનરૂપે પદ્યમાં રચાયેલી કેટલીક જૈન કૃતિઓને અંગે લગભગ ચાર સો વર્ષથી એ શબ્દ વપરાય છે પરંતુ એ અર્થવાચક સ્તવનનું સર્વમાન્ય અને સમુચિત લક્ષણ કોઈએ અત્યાર સુધીમાં રજૂ કર્યું હોય એમ જણાતું નથી. ગમેતેમ પણ ઉપાધ્યાયજીની કેટલીક ગુજરાતી પદ્યાત્મક કૃતિઓને ‘સ્તવન' કહેવામાં આવે છે. વિશેષમાં એમણે છ પદ્યમાં પુણ્ડરીકગરિના મંડનરૂપ આદિજનને અંગે સંસ્કૃતમાં રચેલા કાવ્યને પણ ‘સ્તવન’ કહે છે. એવી રીતે ‘ગોડી’ પાર્શ્વનાથને લગતી એક કૃતિને પણ ‘સ્તવન’ કહે છે. આ બે સંસ્કૃત રચનાને બાદ કરતાં જે ગુજરાતી અને હિન્દી કૃતિઓને ‘સ્તવન’ તરીકે ઓળખાવાય છે તે નીચે મુજબ છે :
૧. ઉપાધ્યાય ધર્મસાગરણ કૃત ગુરુપરવાડી (તપાપટ્ટાવલી)ની ગા. ૧૭ની સ્વોપન્ન વૃત્તિ (પૃ. ૬૮)માં વિ. સં. ૧૫૬૨નો ઉલ્લેખ તેનું કેમ ?
૨. જુઓ ઉપર્યુક્ત ગુરુપરિવાડી (ગા. ૧૬)ની સ્વોપશ વૃત્તિ (પૃ. ૬૭).
૩. જુઓ ઉપર્યુક્ત ગુરુપરવાડી (ગા. ૧૭)ની સ્વોપશ વૃત્તિ (પૃ. ૬૯).
For Private & Personal Use Only
www.jainelibrary.org