________________
પંચનિયંઠીસંગહણીનો બાધબોધ ગુજરાતી + સંસ્કૃત સુગુરુની સજwય
ગુજરાતી + પાઇય વિશિષ્ટજિનસ્તવનો
૧૭ ગુજરાતી , ૩ હિન્દી , રૂપ પદો
૧૫ હિન્દી + ૨ ગુજરાતી સમકિતનાં છ સ્થાનની ચોપાઈ ગુજરાતી + સંસ્કૃત જેસલમેર પત્ર
ગુજરાતી + મારવાડી શૈલી – ઉપાધ્યાયજીની કૃતિઓ પૈકી કેટલીકની રચના ગદ્યમાં તો કેટલીકની પદ્યમાં કરાયેલી છે. આ સમસ્ત કૃતિઓને મેં જે ચાર ઉપખંડમાં વિભક્ત કરી છે એ પૈકી લાક્ષણિક સાહિત્ય તો સવશે ગદ્યમાં છે જ્યારે લલિત સાહિત્ય સવિશે પદ્યમાં છે. દાર્શનિક સાહિત્યની વાત આ બંનેથી ન્યારી છે. એની પ્રકરણદીઠ વિચારણા કરાય તે પૂર્વે એ નોંધીશ કે એમાં જે પદો, સ્તવનો, સ્તુતિ અને સઝાયો ગુજરાતીમાં રચાયાં છે તે તો પદ્યાત્મક જ છે. વિવરણાત્મક કૃતિઓ તો સામાન્ય રીતે ગદ્યમાં જ હોય તેમ અહીં પણ છે. આ દાર્શનિક સાહિત્યમાંના જ્ઞાનમીમાંસારૂપ પ્રથમ પ્રકરણમાંની જ્ઞાનાર્ણવ નામની એક જ કૃતિ પદ્યમાં છે. “ન્યાય' નામના બીજા પ્રકરણની છ ઉપલબ્ધ મૌલિક કૃતિઓ પૈકી કેવળ નયોપદેશ પદ્યમાં છે. તૃતીય પ્રકરણમાં દ્રવ્ય અનુયોગ વિચાર અને સંયમશ્રેણિવિચાર પદ્યાત્મક રચનાઓ છે. એવી રીતે ચતુર્થ પ્રકરણમાં વરસ્તોત્ર કિંવા ન્યાયખંડખાદ્ય, પાંચમા પ્રકરણમાં અઝપ્પમ પરિફખા, દિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ, આધ્યાત્મિકમતખંડન, પ્રતિમાશતક અને ધમ્મપરિફખા, છઠ્ઠા પ્રકરણમાં અધ્યાત્મસાર, અધ્યાત્મીપનિષદુ, જ્ઞાનસાર, હરિયાળી, સમાધિશતક અને સમતાશતક અને સાતમા પ્રકરણમાં માર્ગપરિશુદ્ધિ, સામાયારીપયરણ, જઇલકખણસમુચ્ચય, યતિધર્મબત્રીસી, દ્વત્રિશદ્ધાત્રિશિકા, ગુરુતત્તવિણિચ્છય, કૂવદિતવિસઈકરણ, આરાધક-વિરાધકચતુર્ભાગી અને ભાસરહસ્ય પદ્યમાં છે. ચતુર્થ ઉપખંડમાં સઝાયો પદ્યમાં છે.
આ ઉપરથી જોઈ શકાશે કે ઉપાધ્યાયજીએ સંસ્કૃત અને પાઇવ એ બે પ્રશિષ્ટ (classical) ભાષાઓમાં તેમજ ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષામાં પણ ગદ્યમાં તેમજ
૧. એમની એક પણ કૃતિ માણિક્યચન્દ્રસૂરિત પૃથ્વીચન્દ્રચરિત્ર કિંવા વાગ્વિલાસની બોલી
તરીકે ઓળખાવાતી શૈલીમાં કે કવિ ન્હાનાલાલની અપદ્યાગદ્ય યાને ડોલન' શૈલીમાં રચાયેલી નથી. ૨-૩. આને કેટલાક સક્ઝાય ગણે છે. તેમ કરવું સમુચિત જ હોય તો એનો ઉલ્લેખ જતો
કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org