________________
હજી ઘણાંખરાં સ્તવનો તીર્થકરોનાં ગુણોત્કીર્તનરૂપ છે, ત્રણ નિશ્ચય અને વ્યવહાર નયને લગતાં છે તેમજ એક સ્થાપનાનિક્ષેપ અને એક શાસનના સ્વરૂપ વિષે છે.
(૫) ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થકરો વિષે તેમજ સીમંધરસ્વામી વગેરે વીસ વિહરમાણ તીર્થંકરો વિષે કેટલીક બીનાઓ આ સ્તવનો પૂરી પાડે છે.
(૬) તીર્થંકર એટલે કોણ એ વિષય સામાન્ય જિનસ્તવનો વગેરેને લક્ષ્યમાં લેતાં સારી રીતે રજૂ થઈ શકે તેટલી માહિતી આ સ્તવનોમાંથી મળે છે.
સજઝાયો
સક્ઝાય એ મૂળે પાડય ભાષાનો શબ્દ છે અને એ આજે કેટલાક વખતથી ગુજરાતી ભાષાના શબ્દ તરીકે વપરાતો આવ્યો છે. એને માટેનો સંસ્કૃત શબ્દ સ્વાધ્યાય' છે. જૈન દર્શનમાં તપશ્ચર્યાના આત્યંતર અને બાહ્ય એમ બે ભેદ પાડી એ પ્રત્યેકના જે છ છ ઉપભેદો ગણાવાયા છે તેમાં આભ્યન્તર તપશ્ચર્યાનો એક ઉપભેદ તે “સ્વાધ્યાય' છે. આના પાંચ પ્રકારો છે: (૧) વાચના, (૨) પ્રચ્છના, (૩) અનુપ્રેક્ષા, (૪) આમ્નાય યાને પરાવર્તન અને (૫) ધમપદેશ.
કેટલીક જૈન કૃતિઓનો “સઝાય' તરીકે નિર્દેશ થતો જોવાય છે. આવી કૃતિઓમાં ભરફેસર-બાહુબલિ-સઝાય અને “મન્નત જિણાણ આણંસઝાય અગ્ર સ્થાન ભોગવે છે. એ બેમાંથી એકે કૃતિને એના કર્તાએ તો “સઝાય' કહી નથી. આ પાઈય કૃતિઓને બાદ કરતાં સંસ્કૃતમાં કે હિન્દીમાં રચાયેલી કોઈ પ્રાચીન કૃતિનો ‘સજઝાય' તરીકે ઉલ્લેખ કરાયેલો જણાતો નથી. મુખ્યતયા અમુક અમુક ગુજરાતી જૈન કૃતિને જ “સઝાય' કહેવામાં આવે છે. એ કૃતિઓ જોતાં એમ લાગે છે કે સઝાયનું કોઈ ચોક્કસ અને સર્વમાન્ય લક્ષણ આપવાનું – એની કોઈ યથાર્થ – વાસ્તવિક વ્યાખ્યા આપવાનું કાર્ય કોઈએ કર્યું નથી. વિશેષમાં સક્ઝાયનું ક્ષેત્ર પણ ધીરે ધીરે વ્યાપક બનતું ગયું હોય એમ એમાં નિરૂપાયેલા વિષયો જોતાં ૧. આ કૃતિ વિ.સં. ૧૧૪ પછી અને વિ. સં. ૧૫૦૯ પહેલાં રચાઈ છે. એ ૫૩ સંત અને
૪૭ સતીનાં એમ એકંદર સો પ્રાતઃસ્મરણીય મહાનુભાવોનાં નામ પૂરાં પાડે છે. ૨. આ કૃતિ વિ. સં. ૧૫૫૫ પહેલાં ક્યારેક રચાઈ છે. એ શ્રાવકોનાં છત્રીસ નિત્ય કૃત્યો
ગણાવે છે. એમાં સાય’ શબ્દ છે ખરો પણ કર્તાએ એથી એને “સઝાય” કહી હોય
એમ ફલિત થતું નથી. ૩. આ ભાષાનો ઉદ્ભવ વિ. સં. ૧૨૦૦ની આસપાસમાં થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org